તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કબીરના પ્રાચીન ભજનોથી કલા વારસો ઉત્સવની શરૂઆત થઇ

કબીરના પ્રાચીન ભજનોથી કલા વારસો ઉત્સવની શરૂઆત થઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
} સેમિનારમાં સુરતીઓએ મધુબની આર્ટ વિશે જાણ્યું | કલાવારસોમાં બપોરે 4થી 6 વાગ્યા સુધી ત્રણ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હેમંત કુમારે મધુબની આર્ટ અને ભગવાન દાસે પામ લીફ આર્ટ વિષય પર વાત કરી હતી. સાથે આર્ટ કેવી રીતે બનાવી શકાય તેનો ડેમો બતાવ્યો હતો.જ્યારે શનિવારના રોજ કચ્છી આર્ટનો સેમિનાર યોજાશે. જેમાં કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકશે. ભાગ લેવા ઈચ્છતા લોકોએ કાતર, દોરો, કાપડ અને ફ્રેમ સાથે લઈને આવવું જરૂરી છે.

આર્ટ ભોપાલમાં ખૂબ પ્રચલિત છે. અંદાજે 200 વર્ષ જૂની કલા છે. આર્ટમાં રંગીન દોરા વડે ભરત કામ કરીને કોઈ ચિત્ર બનાવવામાં આવે છે. દોરા દ્વારા ચિત્ર બની જાય એટલે તે રંગ દ્વારા બનાવવામાં આવેલા ચિત્ર જેવું લાગે છે. એક ફુટનું કસિદા કરી આર્ટ બનાવવા માટે અંદાજે 80 કલાકનો સમય લાગે છે. લાંબા સમય સુધી સાચવી રાખવા માટે એંકર દોરાનો ઉપયોગ કરવામાં આવે છે.

છોલા પીંછ આર્ટ છોલાના વૃક્ષમાંથી બનાવવામાં આવે છે. વૃક્ષ પાણીની અંદર થાય છે અને તે વજનમાં ખૂબજ હળવું હોય છે. છોલા પીંછના લાકડાની પતલી પટ્ટી કરવામાં આવે છે અને તેને કાતર વડે કાર્વિંગ કરીને ગૃહશોભાની અને ભગવાનની મૂર્તિ બનાવવામાં આવે છે. વસ્તુઓ બનાવતી વખતે ખૂબ વાર લાગે છે. 6 ઈંચની મૂર્તિ બનાવવા માટે 3 દિવસનો સમય લાગે છે.

કલા 4000 વર્ષ જૂની છે. પહેલાના સમયમમાં નાળિયેરના છાલમાંથી ઘરકામમાં ઉપયોગમાં લેવાય તેવી વસ્તુઓ બનાવવામાં આવતી હતી. ત્યારે કોઈ ખાસ રંગ કે અન્ય રીતે તેની ડિઝાઈન કરવામાં આવતી હતી. અત્યારે તેને થોડો મોર્ડન ટચ આપીને બનાવવામાં આવે છે. ખાસ કરીને કિચનમાં ઉપયોગમાં લેવાય તેવી વસ્તુઓ અને ઘરની શોભામાં મુકી શકાય તેવી વસ્તુઓ બનાવવામાં આવે છે.

હિરણ્ય વિકાસ સંસ્થા અને સુરત મહાનગર પાલિકા દ્વારા સાયન્સ સેન્ટરમાં ‘કલા વારસો-2016’નું આયોજન કરવામાં આવ્યુ છે. જેના પ્રથમ દિવેસ પદ્મશ્રી પ્રહલાદ ટીપણિયાએ ટ્રેડિશનલ અંદાજમાં કબીરના ભજનો રજૂ કરીને દર્શકોને ડોલાવ્યા હતાં. સાથે વક્તૃત્વ સ્પર્ધા અને સેમિનારનું પણ આયોજન કરાયું હતું. આર્ટ ગેલેરીમાં ટ્રેડિશનલ વસ્તુઓનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું છે જેમાં 24 રાજ્યના 250 કલાકારો પોતાના રાજ્યની વસ્તુઓ ડિસપ્લે કરી છે. કલા વારસો 29મી તારીખ સુધી યોજાશે. જેમાં કોઈ પણ સુરતી વિના મૂલ્યે લાભ લઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...