તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતને પૂરતી નોટો મળશે: પટેલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતમાંલોકાર્પણ કાર્યક્રમમાં આવેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું કે લોકો પાસે પુરતા પ્રમાણમાં રૂપિયા પહોંચે નહીં ત્યાં સુધી એટલે કે થોડો સમય તકલીફ રહેવાની છે, આગામી દિવસોમાં ગુજરાતમાં મોટા પ્રમાણમાં ચલણી નોટોનો જથ્થો મળશે.

સ્માર્ટ સિટી અંગેના સેમિનારમાં નાયબ મુખ્યમંત્રીએ નોટબંધી અંગે વાત કરતા જણાવ્યું હતું કે નિર્ણયથી દેશને લાંબા ગાળે ફાયદો થશે આરબીઆઈ દ્વારા છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતને રોકડનો મોટો જથ્થો આપવામાં આવી રહ્યો છે. ભારત સરકાર દ્વારા દેશના 100 શહેરોને સ્માર્ટ સિટી જાહેર કર્યા પછી તે અંગેનો એક સેમિનાર આજરોજ સુરતમાં યોજાયો હતો. કાર્યક્રમમાં ભાગ લેવા માટે દેશભરમાંથી વિવિધ શહેરોના લગભગ 400 જેટલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેવાના છે.

ર્સ્માટ સિટી સંદર્ભે એક હોટલમાં નિતિન પટેલની ઉપસ્થિતમાં પ્રેઝેન્ટેશન યોજાયું હતું. તસવીર- હેતલ શાહ

અધિકારીઓને હાજર રહેવા અલ્ટિમેટમ અપાયું

સ્માર્ટસિટી સંદર્ભે શહેરમાં બે દિવસ ચાલનારા સેમિનારના અામંત્રણમાં પહેલેથી અવ્યવસ્થા કરવામાં આવી હોવાના કારણે હોલમાં પુરતી સંખ્યા દેખાતી હોતી. તેમાં પણ સેમિનારમાં હાજરી આપવા આવનારા પ્રતિનિધિઓ પૈકી તમામ પ્રતિનિધિઓ આવ્યા નહીં હોવાના કારણે છેલ્લી ઘડીએ ડેપ્યુટી કમિશનર નાગરાજને અધિકારીઓ અને કર્મચારીઓને સેમિનારમાં હાજર રહેવા છેલ્લી ઘડીએ આદેશ આપ્યા હતા. તેના લીધે સેમિનારમાં પુરતી સંખ્યા જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...