તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રોમા સેન્ટરમાં વધુ 15 બેડનો વોર્ડ બનાવાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિવિલનાટ્રોમા સેન્ટરમાં ઈમરજન્સી સારવાર માટે આવતાં દર્દીઓ માટે વધુ 15 બેડનો પહેલા માળે વોર્ડ ઉભો કરવાની તૈયારી હાથ ધરાઈ છે. તો આગામી દિવસોમાં ઓપરેશન થિયેટર તથા આઈસીયુ તથા વેન્ટિલેટર પણ શરૂ કરવાની સિવિલ તંત્ર પડોજણમાં પડ્યું છે.

નવી સિવિલના ટ્રોમા સેન્ટરમાં આગામી દિવસોમાં 15 બેડનો નવો વોર્ડ શરૂ કરવામાં આવશે. હાલ 15 બેડનો ટ્રોમા સેન્ટરમાં હોલ છે. પરંતુ ત્યાં વધુ દર્દીઓ આવતાં હોઈ વધુ બેડની જરૂરિયાત વર્તાઈ હતી તેને પગલે ગત ગુરુવારે સિવિલ ખાતે ડીન ડો.બ્રહ્મભટ્ટ, ઈન્ચાર્જ સુપ્રિ.ડો.વાડેલ, મેટ્રન તથા તમામ વિભાગોના એચઓડી સાથે બેઠક મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો. વધુ 15 બેડ જો શરૂ કરાઈ તો ઈમરજન્સીમાં આવતાં દર્દીઓને જરૂરી પ્રાથમિક સારવાર અને તેમને સ્ટેબલ કરવા માટે ખુબજ ઉપયોગી થશે. ટ્રોમા સેન્ટરમાં સોનોગ્રાફી, એક્સ-રે વિભાગ કાર્યરત થઈ ગયો છે. નજીકના ભવિષ્યમાં મહત્ત્વની વેન્ટિલેટર, ઓપરેશન થિયેટર તથા આઈસીયુની સુવિધા મંજુરી મળતા શરૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...