તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળકના ઝઘડામાં જેઠાણીનો આપઘાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળકોનારમવા જેવી સામાન્ય બાબતમાં દેરાણી સાથે થયેલા ઝઘડામાં ડિંડોલી રહેતી જેઠાણીને માઠું લાગી આવતાં અગ્નિસ્નાન કરી લીધું હતું.

ડિંડોલીની સાંઈનાથ સોસાયટી ખાતે ભટ્ટુ વિનયભાઈ પાટીલ (40) તેની પત્ની મીના (32) સાથે રહે છે. દરમિયાન શુક્રવારના રોજ બપોરના 12 વાગ્યાના સુમારે ભટ્ટુભાઈના મકાનમાં આગ લાગી હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળતાં માનદરવાજા ફાયર સ્ટેશનના લાશ્કરો ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. પરંતુ ત્યાં મીનાબેન દાઝેલી અવસ્થામાં મળ્યા હતાં તો પત્નીને બચાવવામાં પતિ ભટ્ટુ પણ સામાન્ય દાઝ્યા હતાં એટલું નહીં મીનાબેનના ભાઈ વિજયનો 3 વર્ષીય પુત્ર રોહન પણ નજીકમાં ઉભો હોઈ તે પણ દાઝી ગયો હતો. તેઓને 108માં સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. પરંતુ મીનાબેનનુ મોત નીપજ્યું હતું. બનાવ અંગે ડિંડોલી પોલીસે અકસ્માત મોત મુજબની નોંધ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...