શહેરમાં સિટીબસ અને LIG-EWS સહિતના પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું
ભૂતકાળમાં કોંગ્રેસે ઘરના ઘર માટેના ફોર્મ વહેંચીને ખોટા વાયદા કર્યા હતા: રૂપાણી
‘રાજ્યસરકાર ગરીબોની સતત ચિંતા કરી રહી હોવાથી આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતને ઝૂંપડપટ્ટી મુકત બનાવવા માટેના તમામ પ્રયાસ રાજ્ય સરકાર કરી રહી છે.’ પાલિકાના 274 કરોડના પ્રોજેકટ લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રી રૂપાણીએ શબ્દો ઉચ્ચાર્યા હતા. તેમણે પણ કહ્યું કે ‘સુરત ખરા અર્થમાં ખુબસૂરત બની રહ્યું છે.’
સંજીવકુમાર ઓડિટોરિયમમાં વિવિધ પ્રોજેકટની તકતીઓની અનાવરણવિધિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં રહેતું કોઇ કુટુંબ મકાન વિનાનું નહીં રહે તે માટેની કામગીરી હાલમાં થઈ રહી છે. ભૂતકાળમાં કોંગ્રેસ ઘરના ઘર માટેના ખોટા વાયદા કર્યા હતા. જ્યારે ભાજપ સરકાર ઘરનાં ઘરનું સપનું સાકાર કરી રહી છે. ગુજરાતનો યુવક નોકરી શોધવાને બદલે નોકરી આપતો થાય તે પ્રમાણેની કામગીરી પણ હાલમાં સરકાર કરી રહી છે. રાજ્ય સરકાર ગરીબી હટાવવા તથા રોજગારી વધારવા પ્રયત્નો કરી રહી છે. ઝૂંપડપટ્ટીમાં રહેતો માણસ આવાસમાં રહેતો થાય એટલે ઘરમાં સુવિધા વધારવા માટે બે કલાક વધુ કામ પણ કરવા તૈયાર થશે.
સુમન આવસની ચાવી અર્પણ કરાઇ
મેયર અસ્મિતા શિરોયાએ ફરી ભાંગરો વાટ્યો
લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમને આવકારવામાં મેયર અસ્મિતા શિરાયોએ ભાંગરો વાટવાની પરંપરા જાળવી. જેમાં ડેપ્યુટી સીએમને શહેરી વિકાસ અધિકારી તરીકે સંબોધ્યા હતા. હકીકતમાં નિતીન પટેલ શહેરી વિકાસના કેબિનેટ કક્ષાના મંત્રી છે.
મંત્રીજયેશ રાદડિયાની સૂચક ગેરહાજરી
લોકાર્પણનીપત્રિકામાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાને રાજ્યકક્ષાના મંત્રી બનાવી દીધા હતા. ત્યાર પછી પાલિકાના વહીવટીતંત્રને ભૂલની જાણ થતાં તાબડતોબ નવી આમંત્રણ પત્રિકા છપાવીને મોકલી હતી. જો કે, સમારોહમાં રાદડીયા ગેરહાજર રહેતાં પાલિકાની ભૂલ ચર્ચામાં કારણરૂપ બની હતી.