તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગામી રવિવારે શિષ્યવૃતિની પરીક્ષા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | રવિવારેપ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિષ્યવૃતિની પરીક્ષા લેવાનાર છે. જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 1007 વિદ્યાર્થીઓ પ્રાથમિક અને 837 વિદ્યાર્થીઓ માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા આપશે.

રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા પ્રતિ વર્ષની જેમ પ્રાથમિક, માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા આગામી રવિવાર 27 નવેમ્બરના રોજ લેવામાં આવનાર છે. હોલ ટીકીટ નીકળતી હોય તેવા વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટ સાથે શાળા નં 116 પારસ સોસાયટી, કતારગામથી પરીક્ષા આપવાની રહેશે. આવેદનની નકલ, ફી ભર્યાનું ચલણ, શાળાના લેટર સાથે લઇ જવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...