તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RTOની તિજોરીમાં 15 દિ’ની રૂ. 5.69 કરોડની જંગી આ‌વક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશભરમાં8મી નવેમ્બર પછી 500 અને 1000ની ચલણી નોટો રદ કરવામાં આવી હતી.બીજી તરફ આમજનતાને મુશ્કેલી નહિ પડે તે માટે જૂની નોટો સરકારી કચેરીઓમાં ચાલુ રાખવાનો નિર્ણય કરાયો હતો.છેલ્લા 15 દિવસમાં સુરત આરટીઓની આવક રૂ.5.69 કરોડની થઈ હતી.

સરકારે રદ કરેલી 500-1000ની ચલણી નોટો પેટ્રોલપંપ, સરકારી હોસ્પિટલ તેમજ સરકારી કચેરીઓમાં નોટો ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. જેમાં મનપાની તિજોરીમાં પણ કરોડોની આવક થઈ હતી. કેટલાક લોકો અત્યાર સુધી વેરો પણ ભરતા હતા તે લોકો પણ 500 અને 1000ના દરોની નોટોથી હવે એડવાન્સમાંં ટેક્સ ભરી ગયા હતા. આવી રીતે અન્ય કચેરીની આ‌વકની વાત કરીએ તો સુરત આરટીઓની કચેરીને પણ 500 અને 1000ના દરોની નોટોથી છેલ્લા 15 દિવસમાં 5.69 કરોડની આવક થઈ છે.એવુ કહેવાય છે કે આરટીઓમાં 15 દિવસના ટૂંકા ગાળામાં આટલી મોટી આવક પહેલીવાર થઈ છે .

લગભગ તમામ આવક જૂની નોટોથી થઈ

અન્ય સમાચારો પણ છે...