તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

3 ટ્રેન અને 15 બસને રોકી કોંગ્રેસે વિરોધ કર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત

ભષ્ટ્રાચારીઓનાકાળાધન ભરેલી તિજોરી ખાલી કરાવવા ભાજપની કેન્દ્ર સરકારે 500-1000ની જૂની નોટ લાદેલા પ્રતિબંધ પગલે સામાન્ય પ્રજા હાલાકી વેઠી રહી છે. ત્યારે તેમને વાચા આપવા માટે શુક્રવારે કોંગ્રેસી કાર્યકર્તાએ 3 ટ્રેન અને 15 બસને રોકીને કેન્દ્ર સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો.

શુક્રવારે નોટબંધીને પખવાડિયું થવા છતાં લોકો હજુ બેન્ક અને ATMની લાંબી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બની રહ્યા છે. ત્યારે ગુરુવારે સવારે શહેર કોંગ્રેસના પ્રદીપ ભરવાડ અને કલ્પેશ બારોટ સહિતના 100 જેટલા કાર્યકર્તાઓ ગળે સ્કાફ બાંધી અને હાથમાં ઝંડા લઈ રેલવે સ્ટેશન પર ધસી ગયા હતા. જ્યાં તેમણે વિરાર ભરૂચ શટર અને ગુજરાત મેલને અડધો કલાક રોકી રાખી હતી. દરમિયાન સમયે સ્ટેશન પરથી ઉપડેલી સ્વામિનારાયણ નાસિક-રાજકોટ ટ્રેનને પાર્સલ ઓફિસ પાસે 15 મિનિટ રોકાઈ હતી. જો કે, બાદમાં રેલવે પોલીસે કાર્યકરોને હટાવી ત્રણેય ટ્રેનોને રવાના કરી હતી. રીતે કાર્યકર્તાઓ સેન્ટ્રલ એસ ટી બસ ડેપો પર પહોંચી ગયા હતા. જ્યાં તેમણે 15 બસોને રોકી દીધી હતી. બાદમાં મહિધરપુરા પોલીસ સ્થળ પર આવી જતાં કાર્યકર્તા છૂ થઈ ગયા હતા.

નોટબંધીના વિરોધમાં શહેર કોંગ્રેસ દ્વારા રેલ રોકો આંદોલન કરી રેલ્વે સ્ટેશને ટ્રેન રોકી હતી. તસવીર-મનોજતેરૈયા

100થી વધારે કાર્યકર્તાઓ હાથમાં ઝંડા લઈ રેલવે સ્ટેશને ધસી ગયા

અન્ય સમાચારો પણ છે...