તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર િવશેષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત

કાનપુરદેહાતના પુખરાયા સ્ટેશન પાસે થોડા દિવસ અગાઉ બનેલા ટ્રેન અકસ્માતમાં 150 યાત્રીઓનાં મોત થયાં હતાં. જ્યારે 300 યાત્રી ઘાયલ થયા હતા. સમગ્ર ઘટના માટે પાછળ રેલવે કર્મચારીની બેદરકારી હોવાનું જાણવામાં આવ્યું હતું. જો કે, આવી ઘટના બીજી વાર ના બને તે માટે રેલવે બોર્ડ પોતાની ખામી સુધારી ટ્રેનોના એન્જિન TRI - NETRA સિસ્ટમ લગાવવાનો નિર્ણય લીધો છે. સિસ્ટમ યોગ્ય નિવડશે કે કેમ તે માટે રેલવે બોર્ડે શિયાળાની ઋતુ પંસદ કરી છે. કારણે કે ઋતુમાં સવારના સમયે ગાઢ ધુમ્મસમાં હોવાથી સિસ્ટમ યોગ્ય નિવડશે કે કેમ તેની સચોટ માહિતી મળશે. હાલ રાજધાની એક્સપ્રેસ, વૈશાલી સુપર ફાસ્ટ એક્સપ્રેસ, સ્વાતંત્રય સેનાની સહિતની સુપર ફાસ્ટ ટ્રેનોમાં TRI-NETRA સિસ્ટમ મૂકવાની પ્રક્રિયા ચાલી રહી છે. તમામ પ્રક્રિયાની દેખરેખ આરડીએસો કરી રહી છે.

અકસ્માતો નિવારવા ટ્રેન એન્જિન પર ત્રિનેત્ર સિસ્ટમ. તસવીર-ભાસ્કર

અકસ્માતના બનાવો ઘટશે : રેલવેનો દાવો

ગાઢધુમ્મસ, ભારે વરસાદ કે પછી અંધારી રાત હોય ત્યારે પાયલટને પાટા પરની ખરાબી અથવા ટ્રેક ક્રોસ કરતા લોકો નહીં દેખાતા અકસ્માત સર્જાય છે, પરંતુ રડાર સિસ્ટમના આધારે પાટા પરની આવી અડચણો જાણી શકાશે. ઉપરાંત ધુમ્મસ-વરસાદમાં સિગ્નલ નહીં દેખાતાં ટ્રેનો સ્ટેશન પર મોડી પહોંચે છે. ત્યારે કેમેરાના માધ્યમથી મોનિટર પર સિગ્નલ દેખાતાં પાયલટ સરળતાથી ટ્રેનને ચલાવી સમયસર સ્ટેશન પર પહોંચાડી શકશે.

TRI-NETRA સિસ્ટમમાં રિઝોલ્યૂશન ઓપ્લિકલ વીડિયો કેમેરા, હાઈ સેન્સેટિવ ઈન્ફ્રેમ્ડ વીડિયો કેમેરા અને અને રડાડ સિસ્ટમ લગાડવામાં આવી છે. સિસ્ટમ ટ્રેનના એન્જિનના અંદર એક કમ્પ્યુટર મોનિટર સાથે જોડવામાં આવી છે, જેના દ્વારા પાયલટ એક કિલોમીટર સુધી પાટા પર થતી તમામ પ્રક્રિયા સ્વચ્છ રીતે જોઈ શકશે.

ચાલક 1 કિમી દૂર સુધી સ્પષ્ટપણે જોઈ શકશે

ટ્રેન અકસ્માતો ઘટાડવા એન્જિન પર ‘ત્રિનેત્ર’ લાગશે

અન્ય સમાચારો પણ છે...