તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • બેંકોની 1 હજાર કરોડની ડિમાન્ડ સામે માત્ર 1 કરોડની 500ની નોટ ફાળવી

બેંકોની 1 હજાર કરોડની ડિમાન્ડ સામે માત્ર 1 કરોડની 500ની નોટ ફાળવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
500નીનવી નોટની ફાળવણી છતાં શહેરીજનોને વિથ્ડ્રો નહી આપતા શનિ-રવિની રજામાં શહેરના બધા એટીએમઓ પર લાઇન વધી જશે. શહેરની કો-ઓપરેટિવ બેંકોને પણ 500ની નવી નોટની ફાળવણીથી વંચિત રાખવામાં આવી, હવે તેમનો નંબર મંગળવારે લાગે તેવી સ્થિતિ સર્જાઇ છે.

અઠવાડિયાથી શહેરની નેશનલાઇઝ્ડ બેંકોને 500ની નવી નોટની ફાળવણી છતાં ગણતરીમાં પૂરી થઇ જાય તેટલો જથ્થો આપી જાણે બેંક અને ગ્રાહકોની ક્રૂર મજાક કરાઇ હોય તેમ શુક્રવારની સ્થિતિ જોતાં જણાય રહ્યો છે. સુરતના વેપારી વર્ગની સાથે સામાન્ય વર્ગ દ્વારા થતાં રોકડ વ્યવહારોનો આંકડો 700થી 800 કરોડનો હોય છે. 500ની નવી નોટ આપવાની વાતો વચ્ચે શહેરની SBIને 40 લાખ અને BOBને 20 લાખની નવી 500ની નોટ ફાળવવામાં આ‌વી હતી. વિવિધ બેંકોની કુલ 44 ચેસ્ટ કરન્સી સુરતમાં છે, જેને કુલ મળીને 1 કરોડની 500ની નવી નોટની ફાળવણી થઇ છે. સામે SBIની 81 બ્રાંચ તેમજ 300 એટીએમ જ્યારે BOBની 73 રિજિયનલ અને 47 સિટીની બ્રાંચ ઉપરાંત 250 એટીએમ સામે 60 લાખની 500ની નોટ, કેટલી બ્રાંચોને કેટલું આપવું વાતે શુક્રવારે બેંક અધિકારીઓ માટે પણ મુઝવણ ઊભી થઇ હતી.

આરબીઆઇએ ગુરુવારે જાહેર કરેલા સ્મોલ સેવિંગ્સ સ્કીમ અંગેના નોટિફિકેશનની સ્પષ્ટતા નહીં કરાતાં ગેરસમજ ઊભી થઇ હતી. એવામાં બે વર્ષ જૂના એકાઉન્ટમાં ડિપોઝિટ કરવા નહીં દેતાં ઘર્ષણનાં બનાવો સર્જાયાં હતાં, જેમાં બેંકે સ્પષ્ટીકરણ કરતાં આરબીઆઇની ગાઇડલાઇન મુજબ સમસયસર કેવાયસી ચેક કરાવનારને ખાતાંમાં રૂપિયા જમા કરવાથી અટકાવાયા હતા.

2 વર્ષ જૂના ખાતામાં ડિપોઝિટ કરવા દેવાતાં ઘર્ષણ

ગુજરાત ગેસ સર્કલ પાસે બેંક બહાર લાઇન તો સિંગણપોર રોડvr બેંક ઓફ બરોડામાં બબાલ થઈ હતી. તસવીર-હેતલશાહ / રિતેશ પટેલ

કમઠાણ | અડાજણ અને સિંગણપોરમાં બેંક બહાર લાંબી લાઇન, BOBમાં બબાલ

20 દિ’ કામ કરતી ઇન્ડસ્ટ્રીને કરોડોનું નુકસાન

^સ્કોબાએઇન્ડસ્ટ્રીની સ્થિતિ જાણવા સર્વે કર્યો હતો, જેમાં 25 દિવસ કામ કરે તો નુકસાન થાય છે. 20 ટકા ઇન્ડસ્ટ્રી હાલ ઉત્પાદન કરે છે. 20 દિવસ ઇન્ડસ્ટ્રીઓને ચાલુ રખાતાં કરોડોનું નુકશાન થશે. > શરદકાપડિયા, સેક્રેટરી,સ્કોબા

સ્ટેટ બેંકે 2 મોટી બેંકોને 1-1 કરોડ આપ્યા

શુક્રવારેસ્ટેટ બેંક દ્વારા સહકારી સેક્ટરની બેંકોના મંગાવેલા બ્રાંચના આંકડા આધારિત કરન્સીની ફાળવણી કરતાં બે મોટી બેંકોને 1-1 કરોડ આપ્યા હતા. સિવાય તમામ બેંકોને માત્ર 10 લાખથી 50 લાખ સુધીની ફાળવણી કરવામાં આવી હતી.

17મા દિવસે સુરતને 500ની નવી નોટ નસીબ તો થઈ પણ ક્રૂર મજાક સમાન

અન્ય સમાચારો પણ છે...