ગાર્ડન ગ્રુપના શ્રીજીમાં ખેલાડીઓની ઝલક

ગણેશ મહોત્સવ નવયુગ કોલેજની પાછળ શ્રેણિક પાર્ક સોસા.માં ગાર્ડન ગ્રુપ દ્વારા ખેલાડીઓને બિરદાવતા દૃશ્યો ...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:46 AM
Surat - ગાર્ડન ગ્રુપના શ્રીજીમાં ખેલાડીઓની ઝલક
દેશના ખેલાડીઓએ મેળવેલી ઝળહળતી સિદ્ધિઓને કારણે ખેલપ્રેમીઓએ ગણેશજીના પંડાલોમાં પણ તેમના સ્ટેચ્યુ બનાવી બિરદાવ્યા છે. નવયુગ કોલેજની પાછળ શ્રેણિક પાર્ક સોસાયટીમાં ગાર્ડન ગ્રુપ દ્વારા ખેલાડીઓને બિરદાવતા દૃશ્યો સાથે ભુલાયેલી રમતો ગિલ્લી-ડંડી, ટાયર રોલ, સાપસીડી અન ભમરડા સહિતની યાદો મૂકી છે. આ ઉપરાંત પ્લાસ્ટીકની થેલીઓ બંધ થતાં કાપડની 6800 ઠેલી અને શ્રીજીના પ્રસાદ તરીકે 6800 મોદક વહેંચાશે.

દેશના ખેલાડીઓએ ઑલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધીની સૌથી ઝળહળતી સફળતાઓ મેળવી છે. આથી સુરતના ખેલપ્રેમીઓએ મહેનત કરી સિદ્ધિઓ મેળવનાર ખેલાડીઓને બિરદાવતા ગણેશજી સાથે તેમના પૂતળા મૂક્યા છે. તેમાં ખાસ કરીને સરિતા ગાયકવાડ, હરમિત દેસાઈ અને બીજા ખેલાડીઓ છે. તેની સાથે ભારતની ભૂલાયેલી રમતો ગિલ્લી-દંડા, ટાયર રોલ, સાપસીડી અને ભમરડાની યાદો તાજી કરાઈ છે. શ્રીજી ઉત્સવ દરમિયાન જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિન પણ આવતો હોવાથી 17 સપ્ટેમ્બરે 6800 મોદક શ્રીજીની પ્રસાદી તરીકે વહેંચાશે.

તેની સાથે 17મીએ હેલ્થ પર સેમિનાર પણ યોજાશે, જેમાં એક્સપર્ટ પ્રશ્નોના જવાબ આપશે. સન 2006થી ચાલતા આ મંડળ દ્વારા આ વર્ષે હમ ફિટ તો ઇન્ડિયા ફિટનો કન્સેપ્ટ પણ અપનાવાયો છે. આ ઉપરાંત મોબાઈલના વધારે પડતાં ઉપયોગ સામે ચેતવણી આપતું થીમ તૈયાર કરાયું છે. મંડળ દ્વારા દર વર્ષે માટી કે ઇકોફ્રેન્ડલી પ્રતિમાની જ સ્થાપના કરાય છે. પ્લાસ્ટીકના પ્રતિબંધને પ્રોત્સાહન આપવા માટે 17મીએ સાંજે 7 કલાકે 6800 જેટલી કાપડની થેલીનું વિતરણ કરાશે.

X
Surat - ગાર્ડન ગ્રુપના શ્રીજીમાં ખેલાડીઓની ઝલક
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App