પ્રતિક્રમણ કરતાં પૂર્વે અતિક્રમણ બંધ કરોઃ પદ્મદર્શનજી

ધર્મનો વિકાસ થઈ રહ્યો છે. તપશ્ચર્યાઓ વધી રહી છે. સુરત ધર્મનગરી બન્યું છે. તેમાં પ્રતિક્રમણ તો કરો છો, પરંતુ તેની...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:46 AM
Surat - પ્રતિક્રમણ કરતાં પૂર્વે અતિક્રમણ બંધ કરોઃ પદ્મદર્શનજી
ધર્મનો વિકાસ થઈ રહ્યો છે. તપશ્ચર્યાઓ વધી રહી છે. સુરત ધર્મનગરી બન્યું છે. તેમાં પ્રતિક્રમણ તો કરો છો, પરંતુ તેની સાથે કરાતુ અતિક્રમણ બંધ કરો. તપની ઉર્જા તમામ વાદળોને વિખેરી નાંખશે.આ શબ્દો પંન્યાસ પદ્મદર્શનવિજય મહારાજે ત્રિકમનગર સંઘમાં કહ્યાં હતા. લંબેહનુમાન રોડના ત્રિકમનગર જૈન સંઘમાં પંન્યાસ પદ્મદર્શનવિજય મહારાજની નિશ્રામાં શુક્રવારે તપસ્વીઓના પારણાં કરાયા હતા. ત્યારબાદ તેમનું બહુમાન કરાયું હતું. શનિવારના રોજ તેમણે આ શ્રાવકોને સંબોધતા કહ્યું કે માત્ર ધર્મ કરવાથી કાર્ય પૂર્ણ નથી થતું, તેની સાથે આચરણ પણ ધર્મસંગત હોવું જરૂરી છે. તપ કરો ત્યારે નિયમો પાળો અને તપ પૂર્ણ થતાં નિયમો કોરાણે નથી મુકવાના, પરંતુ વધુ દૃઢતાથી તેનું આચરણ કરવાનું છે. તપધર્મ આત્મવિશ્વાસ અને શ્રદ્ધાને વધારે છે.આપણે બીજાને ક્ષમા કરતા શીખવું પડે. ક્ષમાધર્મ તમામ કષાયોને દૂર કરવા માટે જરૂરી છે.

X
Surat - પ્રતિક્રમણ કરતાં પૂર્વે અતિક્રમણ બંધ કરોઃ પદ્મદર્શનજી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App