• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Surat City
  • Surat - સુરત કા મહારાજાઃ જાડાબાવા મંદિરના કાયદેસર પેટન્ટવાળા શ્રીજીની સ્થાપના

સુરત કા મહારાજાઃ જાડાબાવા મંદિરના કાયદેસર પેટન્ટવાળા શ્રીજીની સ્થાપના

રિલિજિયન રિપોર્ટર.સુરત | મુંબઈના રાજા લાલબાગની જેમ જ સુરતમાં સુરત કા મહારાજા ગણેશોત્સવમાં સતત 72 વર્ષથી સ્થાપના...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:46 AM
Surat - સુરત કા મહારાજાઃ જાડાબાવા મંદિરના કાયદેસર પેટન્ટવાળા શ્રીજીની સ્થાપના
રિલિજિયન રિપોર્ટર.સુરત | મુંબઈના રાજા લાલબાગની જેમ જ સુરતમાં સુરત કા મહારાજા ગણેશોત્સવમાં સતત 72 વર્ષથી સ્થાપના કરાય છે. સુરતમાં એક જ મંડળ, એક જ કારીગર પરિવાર અને એક જ પરિવારના પૂજારી હોય તેવું આ કદાચ એકમાત્ર મંડળ હશે. સન 2015માં સુરત કા મહારાજાની પેટન્ટ પણ લેવાઈ ગઈ છે.

એક જ પરિવારના કારીગર 72 વર્ષથી શ્રીજીની પ્રતિમા બનાવે છે

ભારતમાં ગણેશોત્સવનો ઇતિહાસ લોકમાન્ય ટિળકના સમયથી પ્રસાર થયો તેમ જ સુરતમાં સુરત કા મહારાજાનો અનોખો ઇતિહાસ અને રેકોર્ડ છે. શહેરના જાડાબાવા મંદિર યુવક મંડળ દ્વારા છેક 1947થી શ્રીજીની સ્થાપના કરાઈ રહી છે. આ અંગે મંડળના રીકીભાઈ ઢોલાવાળાએ કહ્યું કે 1947 પહેલા મહોલ્લાના એકાદ બે ઘરમાં શ્રીજીની સ્થાપના કરાતી. ત્યારપછી પ્રથમ સામૂહિક સ્થાપના કરાઈ હતી. સતત 72 વર્ષ એક જ મંડળ, એક જ કારીગર અને એક જ પરિવારના પુજારીનો અમારા મંડળનો રેકોર્ડ છે. 1947માં હીરાભાઈ બાલકૃષ્ણ વૈષ્ણવે અમારા મંડળના સામૂહિક શ્રીજીની પ્રથમ સ્થાપના કરી હતી. પ્રતિમાનું વિસર્જન પણ 72 વર્ષથી ડુમસમાં જ કરાતું આવ્યું છે. પૂર્ણ શાસ્ત્રોક્ત રીતે 72 વર્ષથી પૂજા પણ એકસરખી જ કરાય છે. ત્યારે મધૂસૂદન કાંબલી નામના કારીગરે 1934થી લાલબાગના રાજાની પ્રતિમાની શરૂઆત કરી હતી.

અત્યારે તેમની બીજી પેઢીના 70 વર્ષના રત્નાકરભાઈ અને તેમના 28 વર્ષના પુત્ર સંતોષ કાંબલીએ આ વર્ષની મૂર્તિ બનાવી છે. એજ રીતે પૂજારીમાં પણ ત્રીજી પેઢીના ચિંતનભાઈ પૂજા કરાવે છે. 1980 પહેલા સુરતમાં માત્ર ચાર સામૂહિક શ્રીજીની સ્થાપના કરાતી હતી. દર વર્ષે લાલબાગના રાજાની આગલા વર્ષની પ્રતિમા અમે અહીં સ્થાપિત કરીએ છીએ. એટલે આ વર્ષે વિષ્ણુ ભગવાનના કૂર્મસ્વરૂપની શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરાઈ છે. કુલ 25 બાય 20ના મંડપમાં 10 બાય 20માં પ્રતિમા અને ડેકોરેશન છે, બાકીની જગ્યામાં પર્યાવરણ અને બેટીબચાવોના થીમ છે.

ગલેમંડીમાં જાડાબાવા મંદિર યુવક મંડળના પેટન્ટવાળા શ્રીજી

X
Surat - સુરત કા મહારાજાઃ જાડાબાવા મંદિરના કાયદેસર પેટન્ટવાળા શ્રીજીની સ્થાપના
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App