• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Surat City
  • Surat - ગઠિયાએ બ્રોકરને બસમાં ઘેની પદાર્થ ખવડાવીને દાગીના, રોકડા તફડાવ્યા

ગઠિયાએ બ્રોકરને બસમાં ઘેની પદાર્થ ખવડાવીને દાગીના, રોકડા તફડાવ્યા

જમીનદલાલ મિત્રના પિતાના બેસણાંમાં રાજકોટ જતો હતો

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:46 AM
Surat - ગઠિયાએ બ્રોકરને બસમાં ઘેની પદાર્થ ખવડાવીને દાગીના, રોકડા તફડાવ્યા
કતારગામના જમીનદલાલને લકઝરીબસમાં ભેટી ગયેલો ગઠિયો ઘેની પદાર્થ પીવડાવી દાગીના અને રોકડ સહિત દોઢ લાખની મતા તફડાવી પલાયન થઈ ગયો હતો.

કતારગામ અંબિકાનગર સોસાયટીમાં જમીન દલાલી ધીરજલાલ ગાંડુભાઈ દોમડિયા મિત્રના પિતાની બેસણાં વિધિમાં રાજકોટ ગયા હતા. 9મી તારીખે રાત્રે રાજકોટ ગ્રીન લેન્ડ ચોકડીથી પુષ્ટિદર્શન ટ્રાવેલ્સની સ્લીપરબસમાં બેસીને સુરત આવતા હતા. સ્લીપર કોચમાં અન્ય મુસાફરે દલાલને વાતમાં નાખી બિસ્કીટ અને દૂધ પિવડાવી દીધું હતું.

જેના કારણે બેભાન પડી જતાં સહમુસાફરે દલાલના શરીર પરથી દાગીના ઉતારી લઈ પેન્ટના ખિસ્સામાંથી રોકડ કાઢી લઈને બસમાંથી ઉતરી ગયો હતો. સુરત બસ આવી ત્યારે બેભાન જોઈને બસના ચાલકે પરિવારને જાણ કરી હતી. પરિવારે આવીને તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. વધુમાં દલાલે જણાવ્યું તેની સાથે અન્ય મુસાફર બેઠો હતો તેનું નામ સુરેશ કંસારા હોવાનું કહ્યું હતું અને છેલ્લે ચોટીલા હોટેલ પર બસ ઊભી રહી બાદમાં મને તેણે ઘેની પદાર્થ નાખી દૂધ અને બિસ્કિટ ખાવા દબાણ કર્યું હતું. પુણા પોલીસે દલાલની ફરિયાદ આઘારે ગુનો નોંધ્યો છે.

X
Surat - ગઠિયાએ બ્રોકરને બસમાં ઘેની પદાર્થ ખવડાવીને દાગીના, રોકડા તફડાવ્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App