રૂ.20 હજાર માટે તલાકની ધમકી આપતાં પરિણીતાએ ફાંસો ખાધો

પતિ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:46 AM
Surat - રૂ.20 હજાર માટે તલાકની ધમકી આપતાં પરિણીતાએ ફાંસો ખાધો
લિંબાયતમાં પરિણીતાને તેના પતિએ 20 હજારની રકમ ન આપે તો તલાક આપી દેવાની ધમકી આપી હતી જેના કારણે પરિણીતાને માઠું લાગી આવતા પરિણીતાએ કંટાળીને ફાંસો ખાઈ લીધો હતો. લિંબાયત પોલીસે પતિ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.

મળતી વગતો અનુસાર ઈસ્માઇલખાન પઠાણએ ફરિયાદમાં જણાવ્યું કે તેમની દીકરી 27 વર્ષની દીકરીના એક મહિલા પહેલાં જ રઈશ પટેલ જોડે બીજાં લગ્ન થયાં હતાં. મહિનામાં પતિએ માનસિક ત્રાસ આપી 20 હજારની રકમ માટે તલાક આપી દેવાની ધમકી આપી હતી. જેના કારણે તેણીએ 12મી તારીખે સાંજે ઘરે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. દીકરીના પિતાની ફરિયાદ આધારે પોલીસે પતિ રઈશ સલીમ પટેલ (રહે. ગિરિરાજનગર, લિંબાયત)ની સામે ગુનો નોંધ્યો છે.

X
Surat - રૂ.20 હજાર માટે તલાકની ધમકી આપતાં પરિણીતાએ ફાંસો ખાધો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App