Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Surat City » Surat - પરવત પાટિયામાં મહિલાની આંખમાં મરચાંની ભૂકી નાંખી ચેઈન સ્નેચિંગ

પરવત પાટિયામાં મહિલાની આંખમાં મરચાંની ભૂકી નાંખી ચેઈન સ્નેચિંગ

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:46 AM

બદમાશ સોસાયટીની દીવાલ કૂદીને ભાગી ગયો

  • Surat - પરવત પાટિયામાં મહિલાની આંખમાં મરચાંની ભૂકી નાંખી ચેઈન સ્નેચિંગ
    શહેરના પરવત પાટીયા વિસ્તારમાં એક 54 વર્ષીય મહિલાના આંખમાં મરચાંની ભુકી નાખીને સોનાની ચેઇન લૂંટી બદમાશ ભાગી છુટયો હતો. પરવત પાટીયા અક્ષર ટાઉનશીપ પાસેથી ચાર વર્ષના પૌત્ર ભવ્યને લઈને ભવરબેન દયાલાલ જૈન વેવાઈના ઘરે ચાલતા જતા હતા. દરમિયાન એક બદમાશે આવીને તેમની આંખમાં મરચાની ભૂકી નાખીને ગળામાંથી 15 હજારની સોનાની ચેઈન તોડી સોસાયટીની 6 ફુટની દિવાલ કૂદીને ભાગી ગયો હતો. મહિલાનો પુત્ર કાપડ માર્કેટમાં સાડીનો વેપારી છે, હાલમાં પુણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending