• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Surat City
  • Surat - મેડિકલમાં પ્રવેશ મેળવનારા 615ના ડોમિસાઇલનું રી-વેરિફિકેશન કરાશે

મેડિકલમાં પ્રવેશ મેળવનારા 615ના ડોમિસાઇલનું રી-વેરિફિકેશન કરાશે

શહેરમાંથી બનાવવામાં આવેલા ડોમિસાઇલ સર્ટિફિકેટની ચકાસણી બાદ હવે મેડિકલ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવનાર 615...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:46 AM
Surat - મેડિકલમાં પ્રવેશ મેળવનારા 615ના ડોમિસાઇલનું રી-વેરિફિકેશન કરાશે
શહેરમાંથી બનાવવામાં આવેલા ડોમિસાઇલ સર્ટિફિકેટની ચકાસણી બાદ હવે મેડિકલ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવનાર 615 વિદ્યાર્થીઓના સર્ટિફિકેટનું રિ-વેરિફિકેશન કરવામાં આવશે. મેડિકલ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવવા માટે ફરજિયાત ડોમિસાઇલના બોગસ સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. જેમાં પ્રાંત અધિકારીની આગેવાનીમાં બનાવેલી ટીમે ત્રણ તબક્કામાં શહેરમાંથી ઇસ્યુ કરવામાં આવેલા ડોમિસાઇલ સર્ટિફિકેટની તપાસ કરવામાં આવી હતી. કેટલાક જિલ્લા બહારના સર્ટિફિકેટ નીકળ્યા હતા. હવે સરકારે મેડિકલના વિવિધ ક્ષેત્રમાં પ્રવેશ મેળનારા વિદ્યાર્થીઓમાંથી પણ કોઇના બોગસ ડોમિસાઇલ સર્ટિ હોવાની શંકા ‌વ્યક્ત કરી ને રિ વેરિફિકેશનનો આદેશ આપ્યો છે.

ક્યાં કેટલાં સર્ટિફિકેટનું વેરિફેકેશન કરાશે

વિસ્તાર સર્ટિ.

કતારગામ 66

અડાજણ 142

પુણા 200

ઉધના 44

મજુરા 78

ઉમરપાડા 1

માંડવી 23

માંગરોલ 8

મહુવા 6

પલસાણા 4

બારડોલી 8

કામરેજ 15

ચોર્યાસી 16

ઓલપાડ 4

X
Surat - મેડિકલમાં પ્રવેશ મેળવનારા 615ના ડોમિસાઇલનું રી-વેરિફિકેશન કરાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App