શિક્ષિકાએ લોન પર ખરીદેલી કાર પતિએ નકલી સહિ કરી વેચી નાખી

સુરત | કાપોદ્રામાં સરકારી સ્કૂલની શિક્ષિકાએ 2015માં નવસારીથી લોન પર આઈ-ટ્વેન્ટી કાર ખરીદી હતી. આ કાર પત્નીની...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:46 AM
Surat - શિક્ષિકાએ લોન પર ખરીદેલી કાર પતિએ નકલી સહિ કરી વેચી નાખી
સુરત | કાપોદ્રામાં સરકારી સ્કૂલની શિક્ષિકાએ 2015માં નવસારીથી લોન પર આઈ-ટ્વેન્ટી કાર ખરીદી હતી. આ કાર પત્નીની માલિકીની હોવા છતાં પતિ હિતેશ ઠાકોરે પત્નીની ડુપ્લિકેટ સહી કરીને કાર અલ્પેશ સોલંકીને 5.70 લાખમાં વેચી નાખી હતી. શિક્ષિકાનો પતિ હિતેશ ઠાકોર બીજી જુલાઈએ ગુમ થયો હતો. પત્નીએ સરથાણા પોલીસમાં ફરિયાદ આપી હતી. એક મિત્રએ તેને અડાજણમાં એટીએમમાંથી પૈસા ઉપાડતો જોયો હતો. તે વખતે કાર તેણે કંપનીના સર્વિસ સ્ટેશનમાં આપી હતી. તપાસ કરતાં બારડોલીના સર્વિસ સેન્ટરમાંથી આ કાર અલ્પેશ લઈ ગયો હોવાનું બહાર આવ્યું હતું. પતિના આવા કારસ્તાનને કારણે પત્ની પિયરમાં ચાલી આવી હતી. અઠવાડિયા પછી પતિએ સ્કૂલમાં જઈને પત્નીને એવું કહ્યું હતું કે ‘તું મારી સાથે નહિ આવે તો તારો વીડિયો અપલોડ કરીશ. એટલું જ નહીં, મહિલાના મામા અને પિતાના મિત્રને મોબાઇલ પર પોતે સ્યુસાઇડ કરી લેવાની પણ ચીમકી આપી હતી. જેથી શિક્ષિકાએ પુણા પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે પતિ હિતેશ ઠાકોર (રહે. દીપમંગલ સોસાયટી, કબીલપોર, નવસારી) સામે ચીટિંગનો ગુનો નોંધ્યો છે.

X
Surat - શિક્ષિકાએ લોન પર ખરીદેલી કાર પતિએ નકલી સહિ કરી વેચી નાખી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App