તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat કીર્તિયશસૂરિની નિશ્રામાં પાર્લે પોઇન્ટ સંઘમાં ગ્રંથોનું વિમોચન

કીર્તિયશસૂરિની નિશ્રામાં પાર્લે પોઇન્ટ સંઘમાં ગ્રંથોનું વિમોચન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાર્લેપોઇન્ટ જૈન સંઘમાં આચાર્ય કીર્તિયશસૂરિ મહારાજની નિશ્રામાં આઠ ગ્રંથોના અનુવાદ અને મૂળ શ્લોકો સહિત પુસ્તકોનું વિમોચન કરાયું હતું. આ પ્રસંગે સુરત તથા મુંબઈના જૈન સમાજના અગ્રણીઓ અને અનુવાદમાં મદદ કરનાર પંડિતો ઉપસ્થિત રહ્યાં હતા. સમારોહમાં જ્ઞાનયશવિજય અને નિર્મલદર્શનવિજય મહારાજે વિવિધ ગ્રંથો પર પોતાના અનુભવો વર્ણવ્યા હતા.

પાર્લેપોઇન્ટ જૈન સંઘમાં આચાર્ય કીર્તિયશસૂરિ મહારાજની નિશ્રામાં આઠ ગ્રંથોનું વિમોચન કરાયું હતું. આ પ્રસંગે આચાર્ય કિર્તિયશસૂરિ મહારાજે કહ્યું કે જ્ઞાનપિપાસુઓ માટે આ ગ્રંથો અણમોલ ખજાનો બની રહેશે. સમારોહમાં ડો.અભય દોશીએ જણાવ્યું હતું કે મહાવ્રત વૈભવ અને સમિતિ ગુપ્તિ વૈભવ આ બે ગ્રંથો સાધુજીવનને નજર સમક્ષ રાખી લખાયા છે. તેમાં મહાવ્રતોનું સ્વરૂપ અને પાળવા માટેની વિશુદ્ધિઓનું વર્ણન છે. ગુરૂકુળવાસમાં રહીને કર્મ કરવા માટે ગુરૂકુળવાસ ગ્રંથ છે. વૈરાગ્ય કેળવવા વૈરાગ્ય સાર સમુચ્ચય છે. જૈનત્વ પ્રગટાવવા માટે જૈનદર્શન ગ્રંથ છે.

મુનિ જ્ઞાનયશવિજય અને નિર્મલદર્શનવિજય મહારાજે પોતાના અનુભવો વર્ણવ્યા હતા. સુરતના નિકુંજ પંડિતે જૈનદર્શનનો પરિચય આપતા કહ્યું કે ઉપાધ્યાય યશોવિજય મહારાજે પ્રભુની સાથે ગુરૂ-શિષ્યના ભાવ સાથે સંવાદ કર્યો છે. તેઓ કહે છે માત્ર જૈનકુળમાં જન્મ લેવાથી જૈન ન થવાય. સાચા શ્રાવકની નિશાનીઓ સાથેનો આ સંવાદ અદભૂત છે. એલ.ડી.ઇન્સ્ટીટ્યૂટના પંડિત જિતુભાઈએ કહ્યું કે અંગ્રેજોના આક્રમણ સમયે ભારતમાં 75 હજાર હસ્તલિખિત પ્રતો હતી. તેમાંથી 75 ટકાનો નાશ કરાયો હતો. સમારોહમાં તમામ પંડિતોનું જિનાજ્ઞા સેવા ટ્રસ્ટે સ્વાગત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...