તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • 99થી વધુ પર્સન્ટાઇલમાં સુરતના પરીક્ષાર્થીઓ રાજ્યમાં મોખરે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

99થી વધુ પર્સન્ટાઇલમાં સુરતના પરીક્ષાર્થીઓ રાજ્યમાં મોખરે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતરાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૧૨ દિવસ પૂર્વે લેવાયેલ ગુજકેટની પરીક્ષાનું પરિણામ આજે સવારે શિક્ષણ બોર્ડની વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવ્યુ હતું. રાજ્યમાં સૌથી વધુ ગુજકેટની પરીક્ષા માટે સુરતના 16311 પરીક્ષાર્થી નોંધાયા હતા ત્યારે 99 કરતા વધુ પર્સન્ટાઇલ રેન્ક મેળવવામાં રાજ્યમાં સુરતના વિદ્યાર્થીઓ મોખરે હોવાનું અનુમાન છે. તરફ સુરતના પાંચ પરીક્ષાર્થીઓએ 100થી વધુ માર્કસ મેળવી રાજ્યના ટોપ 20 પરીક્ષાર્થીઓમાં પોતાનું નામ દર્જ કરાવ્યું હોવાનું પણ જાણવા મળે છે.

ગુજરાત રાજ્યમાં ઈજનેરી પ્રવેશ માટેની અગત્યની ગણાતી ગુજકેટની પરિક્ષામાં સમગ્ર રાજ્યમાંથી 1.34 લાખ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજે જાહેર થયેલ પરીક્ષાના પરિણામમાં 99 પર્સન્ટાઇલથી વધુ ગુણ મેળવવામાં એ-ગૃપના 665 જ્યારે બી-ગૃપનાં 662 પરિક્ષાર્થીઓ સફળ રહ્યા હતા. જ્યારે ૯૬ પર્સન્ટાઇલથી વધુ ગુણ મેળવતા પરીક્ષાર્થીઓમાં એ-ગ્રુપમા 2712 છાત્રો, બી-ગ્રુપના 2656 છાત્રો તો 92 પર્સન્ટાઇલથી વધુ ગુણ મેળવતા એ-ગ્રુપના 5351૧ છાત્રો બી-ગ્રુપના 5293 તેમજ 90 પીઆરથી વધુ ગુણ મેળવતા 6700 એ-ગ્રુપના અને ૬૫૯૦ છાત્રો બી-ગ્રુપના છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ સુરત જિલ્લામાં 16311 પરીક્ષાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી હતી. બોર્ડ દ્વારા જીલ્લા પ્રમાણેનું અલાયદું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ સુરતમાં સૌથી વધુ પરીક્ષાર્થી હોવાથી ૯૯ કરતા વધુ પર્સન્ટાઇલ રેન્ક મેળવવામાં સુરતનાં વિદ્યાર્થીઓ મોખરે હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આશાદીપના 20 વિદ્યાર્થીના 99થી વધુ પર્સન્ટાઇલ

મંગળવારેગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટનું પરિણામ જાહેર કરાતા પરીક્ષાર્થીઓમાં કહીં ખુશી કહીં ગમનો માહોલ જોવા મળ્યો હતો. રાજ્યમાં સુરતના સૌથી વધુ વિદ્યાર્થીઓ 99થી વધુ પર્સન્ટાઇલ મેળવવામાં સફળ રહ્યા હોવાનું અનુમાન છે ત્યારે વરાછાની આશાદીપ સાયન્સ સ્કૂલના 20 વિદ્યાર્થીઓએ 99થી વધુ પર્સન્ટાઇલ મેળવ્યા હોવાનો દાવો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં 12 સાયન્સના પરિણામમાં સુરતમાં સૌથી વધુ એ-1 ગ્રેડ મેળવવામાં આશાદીપના વિદ્યાર્થીઓ અવ્વલ રહ્યા હતા.

રાજ્યમાં સૌથી વધુ સુરતના 16311 પરીક્ષાર્થીઓએ ગુજકેટ આપી હતી

ગૌરવ | રાજ્યના ટોપ-20માં શહેરના 5 વિદ્યાર્થીઓનો સમાવેશ

નાના વરાછાની કૃશાલ વિધાલયમમાં ગુજકેટની પરીક્ષામાં 99.99 પર્સન્ટાઇલ રેન્ક, 112.75 માર્કસ સાથે પારખિયા અભિષેક રાજ્યમાં પ્રથમ આવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો