• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • બીજી એપ્રિલે પૂર્વ દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવ શહેરમાં

બીજી એપ્રિલે પૂર્વ દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવ શહેરમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામીબીજી એપ્રિલના રોજ રાંદેર ઇસ્લામ જિમખાના ખાતે રમાનાર દિયા ગ્રુપ આયોજિત હિન્દુ તળપદા કોળી પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં પોતાના સમયના દિગ્ગજ ઓલ-રાઉન્ડર અને 1983 વર્લ્ડ વિજેતા ટીમના કેપ્ટન કપિલ દેવ હાજર રહેશે. આજે અંગે જાણકારી આપવા માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં મુખ્ય આયોજક રાકેશ પટેલે કહ્યુ હતુ કે કપિલ દેવ હાજર રહી વિજેતા ટીમને ટ્રોફી આપશે. પ્રસંગે શહેરના અનેક અગ્રણીઓ હાજર રહેશે. નોંધનીય છે કે ટુર્નામેન્ટમાં હાલ ચાર ટીમનો સેમિ ફાઇનલમાં પહોંચી છે. જેમાં વેડ, સીંગણપોર, ઇચ્છાપોર અને સરસગામની ટીમનો સમાવેશ થાય છે. સિનિયર કોચ નવનીત પટેલે કહ્યુ કે વધુને વધુ યુવાનો સ્પોર્ટસમાં જોડાય માટેની સમગ્ર તજવીજ છે.

અન્ય સમાચારો પણ છે...