DEO કચેરીની ભૂલના કારણે વિદ્યાર્થીઓ અટવાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
DEOકચેરીની ભૂલના કારણે ધો.12 સાયન્સની બોર્ડની પરીક્ષા માટે પુણાગામની કિષ્ના સ્કુલના બદલે અર્ચના સ્કુલમાં પરીક્ષા કેન્દ્ર તરીકે ફાળવણી થતાં વાલીઓ અને વિદ્યાર્થીઓ દોડતા થયા હતા.

DEO કચેરી દ્વારા ધો.12 સાયન્સ પરીક્ષા માટે પુણાગામ સીતાનગર ચોકડી ખાતે આવેલી કિષ્ના સ્કુલને બદલે ભૂલથી અર્ચના વિદ્યા સંકુલ કેન્દ્રની માહિતી મોકલી હતી. જેથી સેન્ટરના વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અર્ચના વિદ્યા સંકુલની આવી હતી. જો કે ખરેખર પરીક્ષા કિષ્ના સ્કુલમાં હતી. બ્લોક નંબર 182 થી 192 અને પરીક્ષા બેઠક નંબર 482289 થી 482508 સુધીના તમામ વિદ્યાર્થીઓએ કિષ્ના સ્કુલમાં પરીક્ષા આપવાની રહેશે. અંગે શાળા સંચાલકોએ સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓને અર્ચના સ્કુલને બદલે કિષ્ના સ્કુલમાં આપવા અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...