તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાર્થીએ ડીકીમાં મૂકેલા 50 હજાર ચોરાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત| રાંદેરના વિદ્યાર્થીએ ડીકીમા મૂકેલા 50 હજારની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

રાંદેર દાંડી રોડ મોરાભાગળ રેવાનગર સોસાયટીમાં રહેતા સુરોજીત શુશાંત દાસ ભગવાન મહાવીર કોલેજમાં મીકેનીકલ ડીપાર્ટમેન્ટમાં અભ્યાસ કરે છે. શુક્રવારે બપોરે તેઓ મોરાભાગળની એસબીઆઈ બેંકમાંથી 50 હજારની રકમ ઉપાડીને મોપેડની ડીકીમાં મુકીને નજીકમાં એટીએમમાં પિતાના ખાતાનું સ્ટેટમેન્ટ લેવા માટે ગયાને બે મીનીટમાં 50 હજારની રોકડ ડીકીમાંથી ચોરી થઈ હતી. વિદ્યાથીએ રકમથી ફી ભરવાની હતી. રાંદેર પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે. શુકવારે બપોરે મોરાભાગળ વિદ્યાથીની ડીકીમાંથી 50 હજારની રોકડ ચોરી થયા બાદ બે કિલોમીટરના અંતરે અડાજણ પાટીયા પાસેની આઈસીઆઈસીઆઈ બેંકની સામેથી લેબર કોન્ટ્રાકટરની મોપેડની ડીકીમાંથી 1.50 લાખની રોકડ ચોરી થઈ હતી. જેથી કોઈ એક ગેંગએ ચોરી કરી હોવાની વાત હાલમાં પોલીસને લાગી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો