તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • નાણાં ઉઘરાણી મુદ્દે વેપારીનું અપહરણ કરનાર 4 ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાણાં ઉઘરાણી મુદ્દે વેપારીનું અપહરણ કરનાર 4 ઝડપાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કતારગામનાકાપડના વેપારીને 11 લાખની બાકી નીકળતી રકમ માટે અપહરણ કરવા બદલ કતારગામ પોલીસે ચારેય અપહરણકર્તાને પકડી પાડી ધરપકડકરી હતી.

કતારગામ લલીતા ચોકડી પાસે રણછોડ પાર્ક સોસાયટીમાં રહેતા ધર્મેશભાઈ તુલસીભાઈ પાનસુરીયા કાપડનો વેપાર કરે છે. તેઓની જુની જીઆઈડીસીમાં રાધે ફેશન નામની કાપડની દુકાન છે. કાપડના હોલસેલર વેપારી રવિ શંકર અને તેના ભાઈ શિવમ શંકર પાસેથી ધર્મશભાઈએ અગાઉ 25 લાખનો કાપડનો માલ ક્રેડીટ પર લીધો હતો. જેમાંથી 13 લાખની રકમ ચુકવણી કરી 12 લાખની રકમ આપવાની બાકી નીકળતી હતી. હાલમાં વેપારી ધર્મશની આર્થિક પરિસ્થિતી નબળી હોવાથી લાખોની રકમ આપી શકે તેમ હતું. જેથી હોલસેલરના બે વેપારીબધુઓએ પઠાણ ઉધરાણીની સ્ટાઈલમાં તેના પન્ટરોને કાર અને બુલેટ લઈને બોલાવી બાદમાં દુકાનમાંથી વેપારીનું અપહરણ કરી ઉધના ખાતે શૈલેસ નામના શખ્સની ડ્રાઈગ મિલમાં ગૈાધી રાખી ચાબુકની જેમ ઈલેકટ્રીક વાયરથી માર મારી છોડી મુકયો હતો. વેપારીએ કતારગામ પોલીસે રવિ શંકર,શિવમ શંકર, જગદીશ સહિત ચાર સામે રાયોટીંગનો ગુનો નોંધીને ધરપકડની કાર્યવાહી કરી હતી. અપહરણના ગુનામાં કતારગામ પોલીસે હોન્ડા સીટી કાર અને નંબર પ્લેટ વગરની બુલેટ કબજે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો