તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • 6 નગરપાલિકાઓમાં કરોડોનાં વિકાસ કામોને મંજૂરી અપાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

6 નગરપાલિકાઓમાં કરોડોનાં વિકાસ કામોને મંજૂરી અપાઈ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર મંજૂર કામોમાં નગરપાલિકા વિસ્તારમાં બારડોલીમાં 25.33 લાખ, માંડવીમાં 34 લાખ, કડોદરામાં 25 લાખ, તરસાડીમાં 25 લાખ, કનકપુર કનસાડમાં 25 લાખ, સચિનમાં 25 લાખ જ્યારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (બક્ષી પંચ)ની ખાસ પ્લાન યોજના હેઠળ ઓલપાડ અને ચોર્યાસી તાલુકાઓ માટે વર્ષ ૨૦૧૬-૧૭ ના રૂપિયા 10.04 લાખ અને વર્ષ 2017-18 ના 10 લાખના કામોનો સમાવેશ થાય છે. બેઠકમાં મંત્રીએ વર્ષ ૨૦૧૫-૧૬ દરમિયાન વિવિધ વિભાગો હસ્તકના બાકી તથા પ્રગતિમાં રહેલા વિકાસ કામોની તાલુકા દીઠ વિગતવાર વિભાગ અને સદરવાર સમીક્ષા કરીને જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૫-૧૬ ના પ્રગતિમાં રહેલા કામો માર્ચ ૨૦૧૭ સુધી તથા વર્ષ ૨૦૧૬-૧૭ ના કામો આગામી ત્રણ માસમાં પૂરા કરવા જરૂરી સૂચના આપી હતી. ખાસ કરીને રસ્તા, પ્રાથમિક શિક્ષણ, પાણી પુરવઠો, ગંદા વસવાટોમાં વાતાવરણલક્ષી સુધારણા, પોષણ સહિત વિવિધ સામૂહિક વિકાસના પ્રાથમિક જરૂરિયાતના કામોને અગ્રતા આપીને આવરી લેવા જણાવ્યું હતું.

વર્ષ ૨૦૧૫-૧૬નાં કામો માર્ચમાં તથા 20૧૬-૧૭નાં કામો 3 માસમાં પૂરા કરો

જિલ્લા આયોજન મંડળની સમીક્ષા બેઠક મળી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો