તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેંકોની રજાની સાથે ATM ખાલીખમ બન્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીના લીધે 17 દિવસથી બેંકોમાં રૂપિયા ડિપોઝીટ તેમજ વિથ્ડ્રો કરવા લાગતી લાઇનો શનિવારે એટીએમની બહાર જોવા મળી હતી. શહેરમાં 2000 એટીએમ પરંતુ 100 એટીએમ પણ તેની કાર્યરત સ્થિતિમાં નજરે ચઢ્યા હતાં.

શનિ-રવિની રજા દરમ્યાન શહેરીજનોને રૂપિયા મેળવવા હેરાનગતિ થાય તે માટે નેશનલાઇઝ્ડ બેંકો દ્વારા સતત રૂપિયાની માંગણી કરાય હતી. પરંતુ જાણે રૂપિયા આપી મશ્કરી કરાય હોય તેમ 500ની માત્ર 1 કરોડની નવી નોટો શહેરની આપવામાં આવી હતી. 55 લાખની વસ્તી સામે શહેરની હદમાં 283 બ્રાંચના 2000થી વધુ ખાનગી તેમજ નેશનલાઇઝ્ડ તથા કો.ઓપરેટીવ સેક્ટરના એટીએમ છતાં એસબીઆઇ તેમજ બીઓબીના ગણતરીના એટીએમ કાર્યરત સ્થિતિમાં હોય તે નજરે ચઢ્યા હતા. જ્યારે સિટી વિસ્તારની વાત કરીયે તો ભાગળ, ચોક ઉપરાંત અડાજણ તથા વેસુ વિસ્તારના એટીએમ પણ બંધના પાટીયા લગાડી દેવામાં આ‌વ્યા હતા.

બીજી તરફ કો.ઓપરેટીવ સેક્ટરને ખાતેદારોને આપવા રૂપિયા નથી તો એટીએમને કાર્યરત કરવાનો પ્રશ્ન તો દૂર છે. એવામાં એસબીઆઇ દ્વારા રાહુલ રાજ મોલ, બિગબજાર તથા વીઆરમોલમાં માઇક્રો એટીએમ મુકવામાં આવ્યા હતા. રજાને જોતાં મોટા પ્રમાણમાં લોકોને મદદ પૂરી થઇ રહે તેવી આશા સેવાઇ રહી છે. નવી કરન્સી સાથે એટીએમ એકવારમાં 65 લાખ રીફિલ થઇ શકે તેમ છે. એવામાં મર્યાદિત કરન્સી હોવાના કારણે 2.50 લાખ રોક઼ડ એટીએમમાં ફિડ કરાતી હોય છે. જે એકવાર ખાલી થઇ ગયા બાદ રી-રીફિલ કરી શકાતી નથી.એવામાં ગવર્મેન્ટ સેક્ટર દ્વારા પગાર ખાતામાં જમા કરાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. એવામાં શનિવારે કરન્સી ફીડ નહી કરાતા રવિવારે પણ પરિસ્થિતિ યથવાત રહેતાં બેંકોમાં સોમવારે વિથ્ડ્રો માટે લાંબી લાઇનો લાગે તેવી સ્થિતિનું નિર્માણ થશે.

અડાજણમાં એટીએમ ચાલુ રહ્યા હતા પરંતુ સ્ટેશન રોડ સહીતના એટીએમ બંધ રહેતા મુશ્કેલીમાં મુકાયા હતા. તસવીર-રિતેશપટેલ

283 બ્રાંચના 2000થી વધુ ATM પણ 100 મશીન કાર્યરત નથી

અન્ય સમાચારો પણ છે...