તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પૂ. મહંતસ્વામી ગાદી સંભાળ્યા બાદ પ્રથમ વાર સુરતમાં પધાર્યા

પૂ. મહંતસ્વામી ગાદી સંભાળ્યા બાદ પ્રથમ વાર સુરતમાં પધાર્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોચાસણવાસીઅક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા પૂજ્ય બાપાના 96માં જન્મજયંતિ તેમજ અડાજણ મંદિરના 20 વર્ષની પૂર્ણાહુતિએ આયોજિત ભવ્ય મહોત્સવ દાંડી રોડ ખાતે 400 એકરમાં તૈયાર કરવામાં આવેલ વિશાળ સ્વામિનારાયણ નગરમાં થવાનો છે.જેનુ ઉદ્ધાટન આજરોજ થવાનું છે.

પૂજ્ય બાપાના અક્ષરવાસી થયા બાદ તેમના સ્થાને બીએપીએસના નવા ગાદીપતિ પૂજ્ય મહંતસ્વામી ગાદી સંભાળ્યા બાદ પ્રથમવાર સુરતમાં શનિવારે આવી પહોંચ્યા હતા. અડાજણ મંદિર ખાતે તેમના સ્વાગત અર્થે નીતનવા આકર્ષણ અને હજારોની સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા.

અંગે માહિતી આપતા સાધુ બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું કે, બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી એવા પૂજ્ય મહંતસ્વામી મહારાજ તિથલ ખાતેથી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરાવીને શનિવારે સુરત આવી પહોંચ્યા હતા. પ્રસંગે અડાજણ બીએપીએસ મંદિર ખાતે સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા હજારોની સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. પ્રસંગે પૂજ્ય મહંતસ્વામીએ અડાજણ મંદિર ખાતે ભગવાનને અભિષેક પણ કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે, આજે શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજ્ય મહંતસ્વામી તેમજ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને રાજ્યકક્ષાના પ્રદાન નાનુભાઇ વાનાણી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ નગરનું ઉદ્ધાટન કરાશે. સાથે 11 દિવસના મહોત્સવમાં દરરોજ નારાયણ મંડપમાં સવારે 7:30 કલાકે પૂજ્ય મહંતસ્વામી મહારાજના પૂજાદર્શન અને આશિર્વાદનો લાભ હરિભક્તો મેળવી શકશે. જેની સાથે રાત્રે 8 કલાકે મહાનુભવોના પ્રવચન, સંતપ્રવચન તથા સદ્દગુરુ સંતોની અનુભવ વાણીનો લાભની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ, કિર્તન આરાધના અને લાઇટ એન્ડ સાઉન્ડ શોનો પણ લાભ હરિભક્તો મેળવી શકશે. ખરેખર સુરતના ઇતિહાસમાં કાર્યક્રમ ઐતિહાસિક બની રહેશે.

અડાજણ મંદિરે શનિવારે સવારે મહંત સ્વામીની પધરામણી બાદ ભગવાનને અભિષેક કરાયો

BAPS સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી

બીએપીએસ મંદિર અડાજણે શનિવારે સવારે મહંત સ્વામીની પધરામણી થઈ હતી જે પ્રસંગે હરિભક્તો અને સાધુ સંતો દ્વારા તેમને સ્વાગત કરવામાં આવ્યું હતું જે બાદ તેમને મંદિરમાં ભગવાન સ્વામીનારાયણને અભિષેક કર્યો હતો. તેમને વધાવવા માટે નાનાથી માંડીને મોટેરાઓ સુધીના હજારો ભક્તો જોડાયા હતાં. તસવીર- ભાસ્કર

પૂ. મહંતસ્વામીના સ્વાગતમાં હજારો હરિભક્તો જોડાયા

અન્ય સમાચારો પણ છે...