તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતના તબીબનો અપહરણ બાદ છૂટકારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ રિપોર્ટર | અમદાવાદ/સુરત

ગાંધીનગરનાસ્ટેટ કંટ્રોલ બ્યુરોની ઓફિસમાં રોજ બરોજ આમ તો ચોરી-લૂંટ-ધાડ અને અપહરણને લગતાં અનેક ફોન રણકતા હોય છે. આવો એક શુક્રવારે મધરાતે 1:37 વાગે રણક્યો અને સામે છેડેથી સુરતના ડૉક્ટર દિલીપ તડવીનું અમદાવાદમાં કોઈએ અપહરણ કરી 5 લાખની ખંડણી માંગી હોવાની જાણ કરાઈ. અમદાવાદમાં ડૉક્ટરના અપહરણનો મામલો હોવાથી મુદ્દે તરત શહેર કંટ્રોલ બ્યુરોને જાણ કરાઈ. કંટ્રોલ ડીસીપીએ તરત પોલીસ કમિશનરને અંગે માહિતગાર કર્યા હતા.

સ્ટેટ કંટ્રોલ બ્યુરોમાં માહિતી મળી હતી કે, સુરતમાં રહેતા ડૉક્ટર દિલીપ તડવી સુરતથી અમદાવાદ ગયા છે તેમના ફોન પરથી કોલ આવ્યો હતો, સામે છેડેથી એક વ્યક્તિ ડૉક્ટરનું અપહરણ થયું હોવાનું અને ખંડણીરૂપે રૂ. 5 લાખની માગણી કરી રહ્યો હતો. તાબડતોબ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી જે.કે. ભટ્ટ, ડીસીપી દીપન ભદ્રન અને એસઓજીના એસીપી બી.સી. સોલંકીની પોલીસ કમિશનર સાથે અપહરણ મુદ્દે બેઠક યોજાઈ જેમાં અપહરણ કરાયેલા ડૉક્ટરને તાબડતોબ શોધી કાઢવા એસઓજીના પીએસઆઈ વી.એચ. જાડેજા પોતાની ટીમ સાથે ડૉ. દિલીપ તડવીની શોધખોળ કરી રહ્યાં હતાં. આખરે પોલીસે ગુપ્ત ઓપરેશન પાર પાડીને તબીબનો હેમખેમ છૂટકારો કરાવ્યો હતો અને શુક્રવારે મધરાતે 1:37 વાગ્યાથી શનિવારે બપોરે 4:00 વાગ્યાના ગણતરીના કલાકોમાં ઓપરેશન પૂરું પાડી એસઓજીની ટીમ આરોપી ગોપાલ અને ડોક્ટર તડવીને લઈ આનંદનગર પોલીસ ખાતે પહોચ્યાં હતાં.

ડો. િદલીપ તડવી

સમગ્ર ઘટના અંગે પરિવાર અજાણ હતો

ડોક્ટરદિલીપ તડવી રાંદેરમાં રહે છે અને સંઘવી ટાવર ખાતે તેમનું એનેસ્થેટીક્સનું ક્લીનીક છે. જોકે ઘટના અંગે તેમનો પુત્ર અને માતા પિતા અજાણ છે. દિવ્ય ભાસ્કરના પ્રતિનિધીએ દિલીપભાઈના પિતા સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, ડો. તડવી અને તેમની પત્ની મુંબઈ ગયા છે. જ્યારે ડો. દિલીપનો પુત્ર ઘર પાસે રમી રહ્યો છે.

પહેલાં 50 લાખ માંગ્યા પછી 5 લાખમાં સોદો

^‘હુંપ્રહલાદનગરમાં હતો ત્યારે અપહરણકારો શુક્રવારે રાતે મારા ફ્લેટમાં આવી મારી પાસે રૂ.50 લાખની માંગણી કરી જોકે પછી રૂ.5 લાખમાં નક્કી થયો હતો.શુક્રવારે મોડી રાતે મેં અપહરણકારોની મંજુરીથી સુરત રહેતા મારા મિત્ર મુકેશભાઈ ભટ્ટને અંગે જાણકારી આપી હતી. મુકેશ ભટ્ટે પોલીસને માહિતી આપી હતી. દરમિયાન મને પ્રહલાદનગરથી બીજે ક્યાંક ખસેડ્યો હતો. ’. > ડોકટરતડવી, (એસઓજીનેમાહિતી આપતા તબીબ)

પીએસઆઈ જાડેજા અને તેમની ટીમ શનિવારે હરણ સર્કલની આસપાસ વોચમાં ગોઠવાઈ ગઈ હતી. જ્યારે પીએસઆઈ 5 લાખ ભરેલી બેગ લઈ એક ગાડી લઈ હરણ સર્કલ પાસે ઊભા રહ્યાં હતાં. પીએસઆઈએ ડો. દિલીપ તડવીના ફોન પર કોલ કરી અપહરણકારોને પોતે રૂપિયા લઈ હરણ સર્કલ ખાતે પહોંચી ગયા હોવાનું જણાવતાં થોડી વાર બાદ અપહરણકારોનો એક સાગરીત રૂપિયાની ડિલિવરી લેવા સર્કલ પાસે પહોંચી ગયો હતો. રૂપિયા લે તે પહેલાં આરોપીને ઝડપી લીધો હતો.

રીતે કરાયું ‘ઓપરેશન’

સ્ટેટ કંટ્રોલ બ્યુરોમાં કોલ આવ્યો ને ગણતરીના કલાકોમાં તબીબને હેમખેમ છોડાવ્યા, 5 લાખ માંગનારી ગેંગના એક સાગરીતની ધરપકડ

અમદાવાદ SOGએ તબીબના મિત્ર બની ફિલ્મીઢબે ઓપરેશન પાર પાડ્યું

અન્ય સમાચારો પણ છે...