તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આખરે જ્વેલર્સને એક્સાઇઝની નોટિસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | આઈટી બાદ હવે ડાયરેક્ટર જનરલ ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ ઇન્ટેલિજન્સ (ડીજીસીઇઆઇ) દ્વારા ગોલ્ડ-જ્વેલરી મેન્યુફેકચરર અને મોટા ગજાના જ્વેલર્સને નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે. એક્સાઇઝની વિંગ દ્વારા સાત દિવસની અંદર જવાબ માંગ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. નોંધનીય છે કે અમદાવાદ અને વડોદરા ખાતે તો દસ દિવસ અગાઉથી નોટિસ ઇશ્યુ કરી દેવામાં આવી હતી. ગત અઠવાડિયે વડોદરામાં મળેલી આઇટી, કસ્ટમ અને ડીઆરઆઇ (ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ) ની એક સંયુકત મિટિંગમાં પણ આઠમી નવેમ્બરના રોજ જ્વેલર્સ દ્વારા જે ખેલ કરાયા હતા તે મુદ્દો ઉછળ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર ડીજીસીઇઆઇએ અંદાજે 60 ગોલ્ડ મેન્યુફેકચરર અને જ્વેલર્સને નોટિસ ઇશ્યુ કરવામાં આવી હતી. અગાઉ 80 જેટલાં વેપારીઓના ડેટા વિવિધ સોર્સ મારફત ચેક કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે નોટબંધીની રાત્રિએ જ્વેલર્સ દ્વારા મોટાપાયે વેપાર કરવામાં આવ્યો હતો અને હદે જુની નોટ સ્વીકારી હતી જેથી સ્ટોક સુધ્ધા ખાલી થઈ ગયો અને એડવાન્સ બુકિંગની ફરજ પડી હતી.

8મી તારીખથી વેપલો કરનારા સોનીઓ પર ગાળિયો

અન્ય સમાચારો પણ છે...