તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • મુંબઇમાં બેઠાં બેઠાં સુરતના યુવકનો ATM કાર્ડ હેક કરી ઠગાઇ

મુંબઇમાં બેઠાં-બેઠાં સુરતના યુવકનો ATM કાર્ડ હેક કરી ઠગાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રીંગરોડનાકમેલા દરવાજા પાસે રહેતા યુવકના બેંકના એટીએમને કોઈ ભેજાબાજએ હેક કરીને મુંબઈમાંથી 50 હજારની રકમ ઉપાડી લીધી હતી.

રીંગરોડની બેંક ઓફ બરોડામાં મહેશ પાટીલનું ખાતું છે. તેઓ ફીલ્ડ ટેક્નિશીયનનું કામ કરે છે. કોઈ ભેજાબાજએ તેમના એટીએમ કાર્ડ હેક કરીને તેમના ખાતમાંથી રૂ.50 હજારની રકમ ઉપાડી લીધી હતી. ભેજાબાજએ 6 જુનના રાત્રે 11.45થી 7મી જુન સવારે 6.25 વાગ્યા સુધીમાં બોરીવલ્લી અને ભાયધર રેલવે સ્ટેશન પાસેથી એટીએમમાંથી રકમ ઉપાડી લીધી હતી. સવારે મોબાઈલમાં મેસેજ જેતા યુવકે તાત્કાલિક બેંકમાં જઈને ખાતું સીઝ કરાવ્યું હતું. તે પહેલાં તેના ખાતામાંથી 50 હજારની રકમ ઉપડી ગઈ હતી. જેથી સલાબતપુરા પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે આઈટી એક્ટ મુજબનો અજાણ્યા સામે ગુનો દાખલ કર્યા હતો.

અન્ય સમાચારો પણ છે...