તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ડિંડોલીમાં જેઠાણીના અગ્નિસ્નાન વખતે દાઝેલા ભત્રીજાનું મોત

ડિંડોલીમાં જેઠાણીના અગ્નિસ્નાન વખતે દાઝેલા ભત્રીજાનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળકોનારમવા જેવી સામાન્ય બાબતમાં દેરાણી સાથે થયેલા ઝઘડામાં જેઠાણીએ અગ્નિસ્નાન કરી લીધું હતું. ઘટનામાં નજીકમાં ઉભેલો 3 વર્ષીય ભત્રીજો પણ દાઝી ગયો હતો તેનુ પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ડિંડોલીની સાંઈનાથ સોસાયટી ખાતે ભટ્ટુ પાટીલ (40)તેની પત્ની મીના (32) સાથે રહે છે. ગત શુક્રવારે મીનાએ દેરાણી સાથે થયેલા ઝઘડામાં માઠું લાગી આવતાં કેરોસીન છાંટી અગ્નિસ્નાન કર્યું ત્યારે ભત્રિજો રોહન (3) નજીકમાં ઊભો હોવાથી દાઝી ગયો હતો. મીનાબેનના મોત બાદ ભત્રિજાનું પણ મોડી રાત્રે સારવાર દરમિયાન મોત થયું હતું. ડિંડોલી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...