તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • શહેરમાં નોટબંધી બાદ રાહતની લહાણી થવાનાં પોસ્ટરો લાગ્યાં!

શહેરમાં નોટબંધી બાદ રાહતની લહાણી થવાનાં પોસ્ટરો લાગ્યાં!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘોડદોડરોડ અને ચોક બજાર વિસ્તારમાં નોટબંધી અંગે સરકારને ફિક્સમાં મૂકવા કોઇએ વિવિધ પોસ્ટરો લગાડ્યા છે. પોસ્ટરમાં 1 જાન્યુઆરી 2017થી દેશના તમામ ભ્રષ્ટ રાજનેતાઓ જેલમાં, પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો, સરકારી હોસ્પિટલોમાં સારવાર વિનામૂલ્યે, શહીદોના પરિવારને 50 લાખનું સન્માન વળતર અપાશે એવા વિવિધ પોસ્ટરો લાગતા રાજકીય માહોલ ગરમાયો છે. જો કે પોસ્ટર અંગે કોઇએ પણ જવાબદારી લીધી હતી ત્યારે પોસ્ટર કોણે લગાડ્યા તે ચર્ચાનો વિષય બન્યો હતો.

મોદી સરકારે 500 અને 1000 રૂપિયાની જુની નોટ ચલણમાંથી બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે. નિર્ણયનો ઘણા લોકો સમર્થન આપી રહ્યા છે તો ઘણા વિરોધ કરી રહ્યા છે. સરકારના નોટબંધીના નિર્ણય બાદથી આજદિન સુધી દિવસભર લોકોમાં નોટબંધી અંગેની ચર્ચાઓ ચાલી રહી છે ત્યાં શહેરના ઘોડદોડ રોડ કૃષિ પાર્ક ખાતે જોગર્સ પાર્ક ખાતે અને ચોકબજાર ગાંધીબાગ પાસે નોટબંધી અંગે ટિપ્પણી કરતા વિવિધ પોસ્ટરો કોઇએ લગાડ્યા છે.

પોસ્ટરમાં 50 દિવસોમાં જે કાળુનાણું આવશે દેશની સેવા-સુવિદ્યામાં સમર્પિત કરવામાં આવશે એવું વડાપ્રધાન મોદીને સંબોધીને લખવામાં આવ્યું છે. પી.એમ મોદીને સંબંધોની લખેલા પોસ્ટરમાં 1 જાન્યુઆરી 2017થી દેશના તમામ ભ્રષ્ટ રાજનેતાઓ જેલમાં, સિમા પર શહીદ થતાં જવાનોના પરિવારોને 50 લાખ રૂપિયાનું સન્માન વળતર, દેશની તમામ સરકારી હોસ્પિટલોમાં સારવારનો ખર્ચ વિનામૂલ્યે, પેટ્રોલ રૂા.51.25 પ્રતિ લીટર અને ડીઝલ રૂા.46.67 પ્રતિલીટર થશે વગેરે પોસ્ટરો લાગ્યા હતા.

ઉપરાંત પોસ્ટરની નીચે તો માત્ર એક નાનકડું એવું કાર્ય છે આવા હજારો ક્રાંતિકારી કદમો 1 જાન્યુઆરી 2017થી અમલમાં આવશે એવી ટિપ્પણી કરાઇ હતી. જો કે પોસ્ટર કોણે લગાડ્યા તે અંગે કોઇએ જવાબદારી લીધી નથી. કેન્દ્ર સરકારને ફિક્સમાં મૂકવા માટે કોઇએ પોસ્ટરો લગાડ્યા હોવાની માહિતી સાંપડી છે.જો કે મુદ્દે કોઈએ પણ જવાબદારી સ્વીકારી હોવાથી પ્રશ્નાર્થ સર્જાયો છે.

સરકારને ફિક્સમાં મૂકવા તિકડમ્

ચોકબજાર ખાતે કોઇએ નોટબંધી મુદ્દે ટીપ્પણી કરતાં પોસ્ટરો લટકાવી દેતાં વિવાદ સર્જાયો હતો. જેમાં લખાયું છે કે રાજકારણીઓ જેલમાં જશે, કરવેરામાં રાહત થશે જેવી આડેધડ જાહેરાતો કરાઇ હતી. તસવીર-રિતેશપટેલ

1 જાન્યુ.થી પેટ્રોલ-51.25, ડીઝલ-46.26 થશે, શહીદોના પરિવારને 50 લાખનું વળતર, ભ્રષ્ટ રાજનેતાઓ જેલમાં

આધાર વિનાનાં પોસ્ટોરો લાગતાં રાજકીય માહોલ ગરમ

અન્ય સમાચારો પણ છે...