તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કતારગામની હીરા ફેક્ટરીમાં આગ લાગતાં ઓફિસ ખાખ

કતારગામની હીરા ફેક્ટરીમાં આગ લાગતાં ઓફિસ ખાખ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કતારગામકોમ્યુનિટી હોલ પાસેની પાનસુરિયા ઇમ્પેક્સમાં મોડી રાત્રી દરમિયાન બીજા માળે આગ ભભૂકી ઊઠી હતી. રાત્રે બંધ ડાયમંડ હાઉસમાં લાગ લાગતાં વકરી ગઈ હતી. ફાયર બ્રિગેડે પહોંચી જઈ આગને કાબુમાં લીધી હતી.

કતારગામ કોમ્યુનિટી હોલ પાસે કેશુભાઈ પાનસુરિયાની માલિકીનું પાનસુરિયા ઈમ્પેક્સ નામે ડાયમંડ હાઉસ આવ્યું છે. શુક્રવારે મોડી રાત્રીના દોઢ વાગ્યાના સુમારે બીજા માળે આગ લાગીને ધૂમાડો નિકળતાં ત્યાંના સિક્યુરિટી ગાર્ડને જાણ થતાં મેનેજર હરેશભાઈને જાણ કરતાં તુરંત કારખાને પહોંચી જઈને ઈલેક્ટ્રિક મેઈન સ્વીચ, ગેસ લાઈનને બંધ કરી દીધી હતી. ફાયર બ્રિગેડને જાણ કરતાં કતારગામ ફાયર સ્ટેશનના ઓફિસર લાશ્કરો સાથે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો. આગને લીધે ઓફિસનું ફર્નિચર, મશીનરી, 20 ઈલેક્ટ્રીક મોટરો, ઘંટી, ટેબલ ખુરશી, સીસી કેમેરા, વાયરિંગ તથા પાર્ટીશન બળીને ખાખ થઈ ગયું હતું. ફાયર બ્રિગેડને સમયસર જાણ થઈ જતાં મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

આગ વકરે તેમ હતી પણ ફાયરે કાબૂ મેળવી લીધો

ફાયરઓફિસર હિતેશ ઠાકોરે લાશ્કરો સાથે પહોંચી ગયા હતાં પરંતુ ભારે ધુમાડો હોવાથી જહેમત ઉઠાવવી પડી હતી. બીજા માળના બે રૂમમાં લાગેલી આગ ઉપરના માળ સુધી ફેલાઈ તેમ હતી. પરંતુ આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી. તો ત્યાં રહેતાં પાંચ જેટલા કારિગરોને બીજા માળ પરથી નીચે સહીસલામત ઉતારી દેવાયા હોવાનું ઓફિસરે જણાવ્યું હતું.

મોડી રાત્રે કમ્યુનિટી હોલ પાસેની પાનસુરિયા ઇમ્પેક્સમાં સર્જાયેલી દુર્ઘટનામાં ફર્નિચર, ઇલેક્ટ્રિક મોટરો સ્વાહા

અન્ય સમાચારો પણ છે...