તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પી.પી. સવાણી શાળાના કામાંધ શિક્ષકે ધો. 3ની બે બાળકી સાથે અડપલાં કર્યાં

પી.પી. સવાણી શાળાના કામાંધ શિક્ષકે ધો. 3ની બે બાળકી સાથે અડપલાં કર્યાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુરુઅને શિષ્યના સંબંધોને લાંછન લગાવતી એક ઘટનામાં હીરાબાગની પી.પી. સવાણી સ્કૂલના કામાંધ શિક્ષકે બે માસૂમ વિદ્યાર્થિનીઓ ઉપર દાનત બગાડી શારીરિક અડપલાં કરતાં રોષે ભરાયેલા વાલીઓએ શનિવારે સવારે શાળા કેમ્પસમાં ભારે હંગામો મચાવ્યો હતો. એટલું નહિં વાલીઓએ નરાધમ શિક્ષકની ધોલાઇ કરી શાળાના બેનર ફાડી બે વાહનોની તોડફોડ કરી આક્રોશ ઠાલવ્યો હતો. પોલીસે નરાધમ શિક્ષક સામે છેડતીનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.

કાપોદ્રામાં હીરાબાગ ખાતે આવેલી પી.પી. સવાણી સ્કૂલમાં મુકેશ મહાશંકરભાઇ ઉપાધ્યાય (રહે. હરેકૃષ્ણ એપાર્ટમેન્ટ, હીરા બાગ, કાપોદ્રા) ગુજરાતીના શિક્ષક છે. દરમિયાન છેલ્લા ત્રણ-ચાર દિવસથી શિક્ષક મુકેશની ધોરણ 3માં અભ્યાસ કરતી ફૂલ જેવી બે માસૂમ બાળકીઓ ઉપર દાનત બગાડી હતી. શિક્ષકે બદઇરાદો પાર પાડવા અવારનવાર ચાલુ ક્લાસરૂમમાં બંને વિદ્યાર્થિનીને શરીરના ભાગે અડપલાં કર્યાં હતાં. ચાલુ શાળાએ શિક્ષકની આવી હરકતથી વિદ્યાર્થિનીઓ ખૂબ ગભરાઇ ગઇ હતી. દરમ્યાન શુક્રવારે સ્કૂલેથી છૂટ્યા બાદ એક વિદ્યાર્થિની શિક્ષકની હરકતથી હેબતાઇ ઘરે જઇને રડવા લાગી હતી. માતા-પિતાએ પુત્રીને પૂછતાં તેણીએ શિક્ષકે કરેલી કરતૂતો જણાવી હતી. પુત્રી સાથે થયેલી કરતૂતોથી માતા-પિતા રોષે ભરાયા હતા અને શનિવારે સવારે શાળાએ જઇ હોબાળો મચાવ્યો હતો. અંગેની જાણ થતાં અન્ય વાલીઓ પણ શાળાએ દોડી આવ્યા હતા. બાબતે વાલીઓએ શાળાના આચાર્યને ફરિયાદ કરી તો આચાર્યએ મુકેશ ઉપાધ્યાયને ફરજ પરથી મૂકત કરી દીધો હોવાનું જણાવ્યું હતું. જો કે, વેળાએ મુકેશ સ્ટાફ રૂમમાં બેઠો હતો, જેથી મુકેશને જોઇ વાલી અને વિદ્યાર્થીઓ વિફર્યા હતા. વાલીઓએ નરાધમ શિક્ષક મુકેશ ઉપાધ્યાયને ઢીકમુક્કીનો મારમારી બરાબર ધોલાઇ કરી હતી. તરફ રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ શાળાના ગેટ પાસેના બેનર ફાડી નાખ્યા હતા તેમજ બે વાહનોમાં તોડફોડ કરી ભારે ધાંધલ મચાવી હતી. કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે આવી વાલીઓને સમજાવી મામલાને થાળે પાડ્યો હતો. કાપોદ્રા પોલીસે વાલીની ફરિયાદ લઇ નરાધમ શિક્ષક મુકેશ સામે છેડતીનો ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી હતી.

રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ શાળાના બેનરો ફાડી નાંખ્યાં, બે વાહનની તોડફોડ, શિક્ષકની ધરપકડ : શિક્ષકે લૂલો બચાવ કર્યો ‘મેં લાડમાં ગાલ પકડ્યા હતા’!

ગુરુને લાંછન | હીરાબાગ કેમ્પસમાં ભારે હોબાળો મચાવી શિક્ષકની ધોલાઇ

અન્ય સમાચારો પણ છે...