તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઘણા અધિકારીઓ ખૂબ ઢીંચે છે : શંકરસિંહ

દારૂ ઘૂસાડવા IGને 35 લાખનો હપતો : વાઘેલા

સુરતમાંથયેલા લઠ્ઠાકાંડથી ગુજરાતમાં માત્ર કાગળ પર દારૂબંધી હોવાનું વધુ એક વાર પુરવાર થયું છે. ગુજરાતમાં દારૂનો વેપલો કરતા બુટલેગરો પાસેથી સ્થાનિક પીઆઇથી માંડીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી હપતાનું ‘સેટિંગ’ ચાલી રહ્યું છે. પરપ્રાંતમાંથી દારૂ ઘુસાડવા માટે રેન્જ આઇજીને રૂ. 35 લાખનો હપતો પહોંચાડાય છે.

વાઘેલાએ આક્ષેપ કર્યો કે રાજ્યના IAS, IPS અધિકારીઓ દારૂ પીવે છે. ગુજરાતમાં ઘુસાડાતા દારૂની લિંક અને ક્યાં અને કેટલા હપતા પહોંચાડાય છે, તેની વિગતો ખુલ્લી પાડી હતી. દારૂના વેપલામાં કુખ્યાત હરિયાણાના જોગીન્દરસિંહ, બાબુ મારવાડી અને કૈલાસ રાઠીનો દારૂ ગુજરાતમાં સમાવેશ થાય છે.

ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે રેન્જ આઇજીને રૂ. 35 લાખનો હપતો આપવામાં આવે છે. સાથે પીઆઇ, પીએસઆઇને વજન પ્રમાણે હપતો ચુકવવામાં આવે છે. મુંબઈમાં 2015માં જે લઠ્ઠાકાંડ થયો તેનો સપ્લાયર વાપીનો લાઇસન્સ હોલ્ડર લીલાધર પટેલ હતો. લીલાધર ઉપર મહેરબાની કરનારો PSI ભાજપના કયા મંત્રી કે નેતાની મહેરબાનીથી વિજિલન્સ કમિશનર બન્યો તેની તપાસ કરાવવી જોઈએ.

...અનુસંધાન પાનાં નં.13

વાઘેલાએ સરકારના આઇએએસ, આઇપીએસ અધિકારીઓ પણ દારૂ પીતા હોવાનો ઘટસ્ફોટ કરી ગુજરાતમાં આવા અધિકારીઓ કઈ રીતે પોસ્ટિંગ મેળવી શકેω તેવો સવાલ ઉઠાવ્યો છે. સાથેસાથે તેમનાં કનેક્શન તપાસીને હપતા ક્યાં સુધી પહોંચે છે, તેની તપાસ કરવાની માગણી કરી હતી.

સુરતની ઘટનામાં ઇથેનોલ-મિથેનોલનું પ્રમાણ 40 ટકા હતું. દમણમાં બનતો દારૂનો રોજનો 1500થી 2000 પેટીનો જથ્થો વાપીથી ગુજરાત તરફ આવતી ટ્રેનમાં ચડે છે. દેશી દારૂ લઠ્ઠો બનાવવા સુરત, વાપી, તાપી, નવસારીના કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહાયેલો સડેલો ગોળ વપરાય છે. પરિણામે લઠ્ઠાથી ગુજરાતનું યુવાધન બરબાદ થાય છે. વાઘેલાએ એવો આક્ષેપ કર્યો હતો કે પંજાબને પાછળ રાખીને ગુજરાત કેફી દ્રવ્યોમાં નંબર વન બની ગયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો