કતારગામમાં બંગલામાંથી 5 લાખની ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કતારગામ બિઝનેસ કેરની બાજુમાં સ્વામી નારાયણ મંદિરની સામે લલ્લુ હરી પટેલના કમ્પાઉન્ડમાં રહેતા રીકુંજ દીપકભાઈ પટેલના બંગલામાંથી 17મીએ રાત્રે ચોરી થઈ છે. બંગલામાં સવારે કાકાના રૂમનો દરવાજો નહિ ખોલતાં પાછળથી તપાસ કરી તો બારી તૂટેલી હતી. બારીમાંથી પ્રવેશીને ચોરોએ રૂમમાં મુકેલી રોકડ રૂ. 1 લાખ તથા 18 તોલાના સોનાના ઘરેણાંની કિંમત રૂ. 4 લાખ સહિત રૂ. 5 લાખની ચોરી કરી ભાગી ગયા હતા. વધુમાં રીકુંજના કાકા હાલમાં ઓસ્ટ્રેલિયા ખાતે ફરવા ગયા હોવાથી બંગલામાં તેમનો રૂમ બંધ હતો. કતારગામ પોલીસે ચોરીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...