તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

31 ગેંગના 146 ગુનેગારોને ‘સામૂહિક’ તડીપાર કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંસક્રિય નાની મોટી કુલ 31 ગેંગના 146 ગુનેગારોને એક સાથે સામૂહિકરીતે તડીપાર કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રાબેતા મુજબ જળવાઈ રહે તે વાતને ધ્યાને લઈ પોલીસ કમિશનરે પગલું ભર્યું છે.

પોલીસ કમિશનર સતીશ શર્માએ એક વાતચિતમાં કહ્યું કે શહેરમાં શાંતિ-સલામતિ જળવાઈ રહે તે વાતને કેન્દ્રમાં રાખી શહેર પોલીસની ટીમને કામે લગાડાઈ હતી. શહેરમાં કુલ કેટલી ગેંગ સિક્રય છેω તેમાં કેટલા ગુનેગારો સંડોવાયેલા છેω. કેટલા જેલમાં છેω કેટલા બહાર છેω બહાર છે તે તમામની ગતિવિધિ શું છેω વગેરે મુદ્દે લાંબા સમય સુધી તપાસ કરવામાં આવી. તમામ માહિતી એકત્ર થયા પછી પોલીસ તારણ પર આવી કે હાલ નાની મોટી 31 ગેંગ શહેરમાં સક્રિય છે અને તેમાં 146 ગુનેગારો સક્રિય છે. જેથી તમામને એક સાથે તડીપાર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. એક સાથે 146 ગુનેગારોને સામૂહિક રીતે તડીપાર કરાશે, ત્યારે શહેર પોલીસના ઇતિહાસમાં અભૂતપૂર્વ બની રહેશે.

કેવી રીતે વિચાર આવ્યોω

શહેરમાંતીક્ષ્ણ હથિયારો વડે હુમલા કરવાના બનાવોમાં નોંધાપાત્ર વધારો થયો. વળી, બે ત્રણ ઘટનામાં ગેંગવોર જોવા મળી. વાત મર્ડર સુધી પણ પહોંચી છે. વાતને કેન્દ્રમાં રાખી પોલીસ સક્રિય બની અને ગેંગ અંગેની માહિતી એકત્ર કરી હતી. જેના પરિણામસ્વરૂપ 146 ગુનેગારો તડીપાર થશે.

સુરતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે ધ્યાનમાં લેવાયું

અન્ય સમાચારો પણ છે...