તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | ઘોડદોડરોડ વિસ્તારમાં રહેતા વોચમેને રજા મળવાને કારણે વતન

સુરત | ઘોડદોડરોડ વિસ્તારમાં રહેતા વોચમેને રજા મળવાને કારણે વતન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ઘોડદોડરોડ વિસ્તારમાં રહેતા વોચમેને રજા મળવાને કારણે વતન જવાની ના પાડતાં તેની પત્નીએ ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. બનાવ અંગે ઉમરા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઘોડદોડ રોડ પીએમસી બેંકની સામે સુભાષનગરમાં બંગલા નં.70ના ગ્રાઉન્ડ ફ્લોરમાં વોચમેનની રૂમમાં રહેતા રવિસિંગ વિરસિંગ ભરવા ત્યાં વોચમેનની નોકરી કરે છે. રવિસિંગનાં પત્ની નરૂઆએ વતન જવાનું કહ્યું હતું. જોકે રવિસિંગને રજાઓ મળતાં તેણે વતન જવાનો ઈનકાર કરી દીધો હતો. જેથી માઠું લાગી આવતાં નરૂઆએ પોતાની રૂમમાં ડ્રેનેજ પાઇપ લાઇન સાથે નાયલોનની દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે ઉમરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રજાઓ મળતાં પતિએ વતન જવાની ના પાડતાં વોચમેનની પત્નીનો આપઘાત

અન્ય સમાચારો પણ છે...