તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અલગ-અલગ એક્ટિવા પર દેશી દારૂ સાથે 4 ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | વિદેશીદારૂનો જથ્થો ભરેલી કાર સાથે પોલીસે બે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. ઉપરાંત લોકોનો જીવ જોખમમાં મૂકીને બેફામ અને ધૂમ સ્ટાઇલમાં હંકારી એક્ટિવા પર દેશી દારૂની હેરાફેરી કરતા ચાર ખેપિયાને અલગ-અલગ એક્ટિવા અને દારૂના જથ્થા સાથે સચિન પોલીસે ઝડપી પાડ્યા હતા.

સચિન જીઆઈડીસી પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સફારી કારમાં દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમીના આધારે પોલીસે સાતવલ્લા પુલ પાસે વોચ ગોઠવી હતી અને વિદેશી દારૂનો જથ્થો ભરી ત્યાંથી પસાર થતી સફારી કાર સાથે ભાવેશ જગદીશ બૌધાનવાલા (રહે. કવાવાળી, નાનપુરા) અને પિનલ રાજેન્દ્ર કહાર (રહે. એસેએમસી ટેનામેન્ટ, અડાજણ)ને ઝડપી પાડ્યા હતા. પોલીસને કારમાંથી રૂ.43 હજારની કિંમતનો દારૂનો જથ્થો અને કાર મળી કુલ રૂ.6,43,200નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાંત થોડા દિવસ અગાઉ પાંડેસરામાં દેશી દારૂની હેરાફેરી કરતા એક ખેપિયાનું અકસ્માતમાં મોત નિપજ્યા બાદ ખેપિયાઓ સામે પણ કાર્યવાહી શરૂ થઈ છે. સચિન જીઆઈડીસી પોલીસે પૂરવાટ ઝડપે એક્ટિવા હંકારી લોકોના જીવના જોખમે દારૂની હેરાફેરી કરતાં ચાર ખેપિયાઓને રૂ.1340ની કિંમતના દેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે ચારેયની ધરપકડ કરી ચાર એક્ટિવા અને દારૂનો જથ્થો મળી રૂ.1.45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.

સફારી કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે બેને સચિન જીઆઇડીસી પોલીસે ઝડપી પાડ્યા

અન્ય સમાચારો પણ છે...