તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | સગરામપુરામાંબે દિવસ અગાઉ એકાઉન્ટન્ટના મકાનમાંથી રૂ.5.87 લાખના દાગીનાની

સુરત | સગરામપુરામાંબે દિવસ અગાઉ એકાઉન્ટન્ટના મકાનમાંથી રૂ.5.87 લાખના દાગીનાની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સગરામપુરામાંબે દિવસ અગાઉ એકાઉન્ટન્ટના મકાનમાંથી રૂ.5.87 લાખના દાગીનાની ચોરી કરનારા કિશોરને દાગીના સાથે પીસીબીએ ઝડપી પાડ્યો હતો. પોલીસે તેને શંકાના આધારે ડીટેઈન કરી પુછપરછ હાથ ધરતા તેણે ચોરીની કબુલાત કરી હતી. બે દિવસ પહેલા સગરામપુરા કાળા મહેતાની શેરી ખાતે રહેતા એકાઉન્ટન્ટ મયુરભાઈ ઈશ્વરભાઈ જરીવાલાના મકાન માંથી સોના ચાંદીના દાગીના અને રોકડ સહીત રૂ.5,87,500ની મત્તાની ચોરી થઈ હતી. સીસી ટીવી ફુટેજમાં એક કિશોર પાછળના મકાનના ધાબા પરથી આવીને તેમના મકાનમાં પ્રવેશી ચોરી કરી ગયો હોવનુ બહાર આવ્યુ હતુ. દરમિયાન પીસીબીના સ્ટાફને પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે નવસારી બજાર ચાર રસ્તા લવલી ટી સેન્ટર પાસેથી 17 વર્ષિય કિશોરને ચોરીના સોનાના દાગીના સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી મળી આવેલા રૂ.5,44,500ની કીમતના દાગીના અંગે પુછપરછ હાથ ધરતા તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો હતો.જેથી પોલીસે દાગીના કબ્જે કરી તેની વધુ પુછપરછ હાથ ધરતા તેણે મયુરભાઈના મકાન માંથી ચોરી કરી હોવાનું બહાર આવ્યુ હતુ.

સગરામપુરામાં એકાઉન્ટન્ટના મકાનમાંથી દાગીના ચોરનાર કિશોર ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...