તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | સરથાણાનાએક જમીન દલાલના એકાઉન્ટમાંથી ઓનલાઈન છેતરપિંડી કરતી ટોળકીએ

સુરત | સરથાણાનાએક જમીન દલાલના એકાઉન્ટમાંથી ઓનલાઈન છેતરપિંડી કરતી ટોળકીએ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સરથાણાનાએક જમીન દલાલના એકાઉન્ટમાંથી ઓનલાઈન છેતરપિંડી કરતી ટોળકીએ બારોબાર રૂ.13 હજારથી વધુની ખરીદી કરી લીધી હતી. ખાતામાંથી ટ્રાન્ઝેકશનની જાણ થતાં જમીન દલાલ પણ ચોંકી ઉઠ્યા હતા. બનાવ અંગે જમીન દલાલે સરથાણા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. સરથાણા સીમાડાગામ વ્રજચોકની બાજુમાં ઠાકોરદ્વાર સોસાયટીમાં રહેતા સુરેશભાઈ વલ્લભભાઈ પીઠડિયા જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગત તા.3 જુલાઈએ તેમના ફોન પર અજાણ્યાનો ફોન આવ્યો હતો. પોતે આરબીઆઈમાંથી બોલી રહ્યા હોવાનું જણાવી તમારૂ એટીએમ કાર્ડ બંધ થઈ ગયું છે તેવું તેણે કહ્યું હતું અને એટીએમ કાર્ડનો નંબર તેમજ પાસવર્ડ માંગ્યો હતો અને તેમના એકાઉન્ટમાંથી રૂ.13,336ની ખરીદી કરી લીધી હતી. બીજા દિવસે સુરેશભાઈ પૈસા ઉપાડવા માટે ગયા તો તેમના એકાઉન્ટમાં ભેજાબાજે માત્ર રૂ.40 રહેવા દીધા હતા.

સરથાણામાં એટીએમ કાર્ડનો નંબર અને પાસવર્ડ મેળવી ઓનલાઇન છેતરપિંડી

અન્ય સમાચારો પણ છે...