તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • વહેલા ઉઠવાની આળસે ગુરુકુળથી 2 છાત્ર દીવાલ કુદી ભાગ્યા

વહેલા ઉઠવાની આળસે ગુરુકુળથી 2 છાત્ર દીવાલ કુદી ભાગ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરથાણાના સ્વામીનારાયણ ગુરુકુળમાં રહી અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ બુધવારે વહેલી સવારે ગુમ થયા હતા. ભારે શોધખોળ બાદ મોડી સાંજે સૌરાષ્ટ્રથી મળી આવ્યા હતા.બંને વિદ્યાર્થીઓને ગુરુકુળમાં સવારે વહેલા ઉઠવાનું ફાવતું ન હોવાથી ભાગ્યા હોવાનું પોલીસને જણાવ્યું છે. બાળકોને ગુરુકુળમાં રહેવા સમજાવ્યા હતા. બંને બાળકો ભાગી જતા સંચાલકે સરથાણા પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે બંને બાળકો ગુમ થવાની બાબતે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. બંને વિદ્યાર્થીઓના પરિવારને આ બાબતે પણ જાણ કરાઇ હતી. બુધવારે જ મોડીરાત્રે બંને વિદ્યાર્થીઓ કાઠીયાવાડ ચાલી ગયા હોવાની જાણકારી પોલીસને મળી હતી. પોલીસની એક ટીમ બંને બાળકોને લેવા માટે કાઠીયાવાડ રવાના થઈ હતી.

સરથાણા પીઆઇ ચૌધરીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, બંને વિદ્યાર્થીઓમાં 13 વર્ષનો વિદ્યાર્થી ધો.8માં અભ્યાસ કરે છે. જેના માતા-પિતા ન હોવાથી તેના ફુવા 3 વર્ષ પહેલા ગુરુકુળમાં મુકી ગયા હતા. જ્યારે અન્ય 12 વર્ષનો વિદ્યાર્થી ધો.7માં ભણે છે અને તેને દોઢેક વર્ષ પહેલા તેના માસા ભણવા માટે મુકી ગયા હતા. બંને વિદ્યાર્થીઓ દેડાણાના ખાભા ગામેથી મળી આવ્યા હતા. જેમાં એક વિદ્યાર્થીની માતા ખાંભા રહેતી હોવાથી ત્યાં બંને ચાલી ગયા હતા. વિદ્યાર્થીની માતા સુરત આવી હતી અને આ બાબતે તેણે ગુરુકુળના સંચાલકે જાણ કરી હતી. જેથી તેણે આ બાબતે ત્યાં કોલ કરતા બંને ત્યાં હોવાની જાણકારી મળી હતી. વધુમાં બંને વિદ્યાર્થીઓ ગુરુકુળમાં સિક્યુરીટીની નજર નહીં પડે અને કેમેરામાં નહીં આવે તે રીતે દિવાલની પાછળથી દિવાલ કુદીને ભાગી ગયા હતા. પોલીસે કેમેરામાં તપાસ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...