તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • આર્કિયોલોજી NOC વગર બાંધકામ, આર્કિ.નું લાયસન્સ સસ્પેન્ડ

આર્કિયોલોજી NOC વગર બાંધકામ, આર્કિ.નું લાયસન્સ સસ્પેન્ડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સૈયદપુરાના વોર્ડ નબર 12, નોંધ નંબર 2203-4ની મિલકતમાં સૈયદ ઝૈન સૈયદ મો.બાકર એદ્રુસે આર્કિટેક્ટ સૈયદ એમ.સલીમ યુસુફ હસ્તક ગત 30-10-15 થી બાંધકામના પ્લાન મંજુર કરાવ્યા હતાં. જોકે, મંજુર પ્લાન વિરુદ્ધ બાંધકામ તાણી દેવામાં આવ્યું હતું. મિલકત કેન્દ્રિય સંરક્ષિત સ્મારક ‘ટોમ્બ ઓફ ખ્વાજા સફર સુલેમાની’ ના રેગ્યુલેટેડ વિસ્તારમાં છે. નોટીસ છતાં એનઓસી મેળવવા તેમજ ગેરકાયદે બાંધકામ દૂર કરવા પગલાં લેવાયા ન હતાં. તેથી આર્કિટેક્ટ સૈયદ એમ.સલીમ યુસુફનંુ લાઇસન્સ પાલિકા કમિશનરે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...