તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • એસ. ડી. જૈન મોર્ડન સ્કૂલમાં એલ.સી મુદ્દે હોબાળો મચાવ્યો

એસ. ડી. જૈન મોર્ડન સ્કૂલમાં એલ.સી મુદ્દે હોબાળો મચાવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર. સુરત | એસ. ડી. જૈન મોર્ડન સ્કૂલમાં 11 વિદ્યાર્થીઓને એલ.સી. આપી દેવાના પ્રકરણમાં એબીવીપી બાદ હવે એનએસયુઆઇએ સ્કૂલ પર જઈને ભારે હોબાળો મચાવ્યો છે.

વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં અપાઇ તો આંદોલનની ચિમકી
એનએસયુઆઇએ સંચાલકોને ચીમકી આપતી કહ્યું છે કે, જો બાળકોને પ્રવેશ નહીં અપાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. એનએસયુઆઇના શહેર પ્રમુખ મનીષ દેસાઇ સહિતના કાર્યકર્તાઓ ગુરૂવારે એસ. ડી. જૈન મોર્ડન સ્કૂલ પર સવારે 11:30 વાગ્યા પહોંચી ગયા હતા.

જ્યાં તેમણે સ્કૂલના વિરોધમાં સૂત્રોચાર કરવા સાથે સંચાલકોને અાવેદન પાઠવ્યું હતું. એનએસયુઆઇના પ્રમુખ મનીષ દેસાઇએ જણાવ્યું હતું કે, સ્કૂલના સંચાલકોને કહેવાયું છે કે જો બાળકોને પ્રવેશ નહીં મળશે, તો ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. એનએસયુઆઇના આંદોલનમાં વાલીઓ પણ જોડાશે. જેના માટે જબાદાર શાળાના સંચાલક જ હશે. ફી લઈ વાલીઓ આંદોલન કરે છે તો પછી તેમના બાળકોને સજા ના આપો. અમારી રજૂઆત બાદ તેઓ પ્રવેશ આપશે તેવું લાગી રહ્યું છે.એસડી જૈન સ્કુલના સંચાલક દિપક વૈદ્યએ જણાવ્યું હતુંકે, વાલીઓ માફી પત્રક સાથે ફી ભરાવવાની બાંહેધરી લેખિતમાં આપશે એટલે અમે તેમને તરત એડમિશન આપી દઇશું.

NSUIએ ગુરૂવારે વેસુની એસ.ડી. જૈન શાળામાં દેખાવ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...