તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જોબવર્કના 1.42 લાખ ન ચુકવી છેતરપિંડી કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરની રિંગરોડની રિઝન્ટ માર્કેટમાં વેપારીએ રૂપિયા 1.42 લાખના જોબવર્ક કરાવીને મજૂરીના નાણા ઓહયા કરી જતા સલાબતપુરા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે.

મૂળ ભાવનગરના વતની અને સરથાણા યોગીચોક વનમાળી સોસાયટીમાં રહેતા હિતેશ કાળુભાઈ ગાંગાણી એમ્બોઈડરીનું કારખાનું ચલાવે છે. શહેરની રિઝન્ટ માર્કેટના વેપારી કમલ શર્માએ એમ્બોઈડરી જોબવર્ક કરાવી મજૂરીના રૂપિયા 1.42 લાખ ન ચુકવી દુકાન બંધ કરી ભાગી ગયો હતો. જેને પગલે કારખાનેદારે સલાબતપુરા પોલીસમાં ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે વેપારી કમલ શર્માની સામે ગુનો નોંધ્યો છે.ઉલ્લેખનીય છે કે, થોડા ઘણા સમયથી આવી છેતરપિંડી કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેના કારણે વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયેલો છે.

અન્ય સમાચારો પણ છે...