તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સચીનમાં પડોશીએ દસ વર્ષની બાળકી સાથે અડપલા કરતા ગુનો

સચીનમાં પડોશીએ દસ વર્ષની બાળકી સાથે અડપલા કરતા ગુનો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | હવસના ભૂખ્યા નરાધમે 10 વર્ષની બાળકીની સાથે અડપલા કરતા મામલો સચીન પોલીસમાં પહોંચ્યો હતો. સચીન પોલીસે ગુનો નોંધી નરાધમની શોધખોળ હાથ ધરી છે.

સચીન ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતા અનીલ નામના શખ્સે તેના પડોશમાં રહેતી 10 વર્ષની બાળકીની સાથે અડપલા કર્યા હતા. બાળકી તેના ભાઈ સાથે બહાર રમતી હતી. તે વખતે નરાધમે તેને ઘરે બોલાવી હતી. બાદમાં તેના ભાઈને 500ની નોટ આપીને દુકાને મોકલ્યો હતો. તે અરસામાં નરાધમે બાળકીને અડપલા કર્યા હતા. નરાધમની હરકતો બાબતેની બાળકીએ તેની માતાને વાત કરતા મામલો સામે આવ્યો હતો.

પરિવારે આ અંગે સચીન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે અનીલ નામના શખ્સની સામે ગુનો નોંધ્યો છે. હાલમાં પડોશી ઘર છોડીને ભાગી ગયો છે. જેને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...