તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • બૂલેટટ્રેન પ્રોજેક્ટ : પોલીસ બંદોબસ્ત છતાં ખેડૂતોએ માપણી કરવા દીધી નહીં

બૂલેટટ્રેન પ્રોજેક્ટ : પોલીસ બંદોબસ્ત છતાં ખેડૂતોએ માપણી કરવા દીધી નહીં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર.સુરત | બૂલેટટ્રેન પ્રોજેક્ટમાં સુરતના છેવાડાના ગામોમાં એજન્સી દ્વારા ગુરૂવારે માપણીની કામગીરી શરૂ કરાતાં ખેડૂતોએ વિરોધ કરી માપણી થવા દીધી નહીં. પોલીસ બંદોબસ્ત હોવા છતાં ખેડૂતોએ મક્કમતા રાખી શાંતિથી વિરોધ કર્યો હતો.

કલેક્ટરે ખેડૂતોને બીજીવાર સાંભળવાની ના પાડી : આજે બીજા ગામોમાં માપણી
ભાટીયા ગામની સરપંચની ઓફિસમાં બુલેટ ટ્રેનના અસરગ્રસ્તોનો વિરોધ.

મુંબઈ-અમદાવાદ બૂલેટટ્રેન પ્રોજેક્ટમાં સરકાર દ્વારા ખેડૂતો સાથે વળતર સહિતના પ્રશ્નો ઉકેલ્યા વગર કામગીરી આગળ ધપાવવાનો નિર્ણય કરાયો હતો. જેમાં ખેડૂતોને સાંભળ્યા વગર નોટિસ પકડાવી માપણી શરૂ કરવાનો ગુરૂવારે પ્રયત્ન કરાયો હતો. તેમાં શહેરના છેવાડાના ગામોમાં સરપંચની કચેરીમાં બોલાવી ખેડૂતોની સંમતિ લેવાની કોશિશ કરાઈ હતી. જો કે ખેડૂતોએ મક્કમ રહી જ્યાં સુધી પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી માપણી નહીં કરવા દેવાનો નિર્ધાર કર્યો છે, જેના કારણે ગુરૂવારે પણ માપણીની કામગીરી કરી શકાઈ ન હતી.

આ માટે એજન્સી દ્વારા પોલીસ બંદોબસ્ત પણ લેવાયો હતો. જ્યાં સુધી સરકાર વળતરની ચોખવટ નહીં કરે ત્યાં સુધી દરેક ગામમાં ખેડૂતોએ માપણીની કામગીરી નહીં કરવા દેવાનો સંકલ્પ કર્યો છે. શુક્રવારે પણ એજન્સી દ્વારા માપણીની કામગીરી કરવાની જાહેરાત કરાઈ છે. આથી તેનું શું પરિણામ આવે છે, તેના પર સૌની નજર છે. અગાઉ ખેડૂતોએ કલેક્ટર ડૉ.ધવલ પટેલ સાથે બીજી બેઠક કરી સાંભળવાની માગ કરી હતી, જેનો કલેક્ટરે અસ્વીકાર કર્યો હતો. બાદ એજન્સી દ્વારા પ્રથમ નોટિસ અને અત્યારે બીજી નોટિસ આપી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...