તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 6 જ મહિનામાં શહેરમાં 142 જીવલેણ અકસ્માત, સૌથીવધુ 61 રાહદારી મર્યા

6 જ મહિનામાં શહેરમાં 142 જીવલેણ અકસ્માત, સૌથીવધુ 61 રાહદારી મર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર. સુરત | વધતા જતા માર્ગ-અકસ્માતના પગલે શહેરમાં હવે રોડ પર ચાલવું લોકો માટે મોતના આમંત્રણ સમાન પુરવાર થઇ રહ્યું છે. છેલ્લા છ મહિનામાં એટલે કે જાન્યુઆરીથી જૂન 2018 સુધીમાં કુલ 142 પ્રાણઘાતક અકસ્માતો થયાં છે. જેમાંથી 61 રાહદારી મોતને ભેટ્યા છે. જ્યારે 58 બાઇક ચાલક ના હેલ્મેટ ન પહેરવાના કારણે હેડ ઇન્જરી ના લીધે મોત થયાં હતા. શહેર પોલીસ કમિશનરે કરેલા પૃથ્થકરણ મુજબ શહેરમાં સૌથી સલામત વાહન કાર હોવાનું ફલિત થયું છે. કાર ચલાવનારા એકનું જ મોત થયું છે.

હેલમેટ પહેર્યા વગર બાઇક ચલાવનારા 58 હેડ ઇન્જરીના કારણે મોતને ભેટ્યા
અક્સ્માત માટે ઓવર સ્પીડ પણ જવાબદાર છે. આ બધી બાબતો પર ધ્યાન રાખવા માટે શહેર પોલીસ વિભાગ દ્વારા કંટ્રોલ એન્ડ કમાન્ડથી નજર રખાય છે. આવનારા દિવસોમાં ઓવર સ્પીડ પર નિયંત્રણ રાખવા વધુ કડક પગલાં ભરાશે
ટાઇમ વાઇઝ મોત
રાત્રે 10-12

16
12

9

3

6

સાંજે 4-6

20
મોતને ભેટેલાઓમાં સૌથી વધુ યુવાનો
રાત્રે 12-સવારે 7

07
રાહદારીઓ પછી સૌથી બાઇકસવારના મોત
સૌથી વધુ જીવલેણ અકસ્માતો પાંડેસરામાં
પો.સ્ટે. ગુના

વરાછા 01

કાપોદ્રા 03

સરથાણા 10

પુણા 10

લિંબાયત 6

ઉધના 12

ડિંડોલી 9

અઠવાલાઇન્સ 2

ઉમરા 8

ખટોદરા 12

પાંડેસરા 14

સચિન 10

સચિન GIDC 11

ડુમસ 4

મહિધરપુરા 4

ચોકબજાર 1

કતારગામ 5

અમરોલી 5

રાંદેર 2

જહાંગીરપુરા 4

અડાજણ 3

ઇચ્છાપોર 3

હજીરા 3

પૃથ્થકરણ બાદ મળેલી માહિતી મુજબ શહેરમાં સૌથી સલામત વિસ્તાર સલાબતપુરા અને લાલગેટ પોલીસ મથક હેઠળનો વિસ્તાર છે. અહીં છ મહિનામાં એક પણ જીવલેણ અકસ્માત સર્જાયો નથી.

અકસ્માત માટે ભારે વાહનો જવાબદાર
સવારે 7 વાગ્યા સુધી ભારે વાહનોને શહેરમાં પ્રવેશની છુટ હોવાથી ઉતાવળમાં પ્રવેશવા - નીકળવાને લઈ અકસ્માતો સર્જાય છે. જેને લઇ સવારે 7ના બદલે 8 વાગ્યા સુધી પ્રવેશવાની છૂટ આપી છે. તો રાત્રે પ્રવેશબંધી 10 વાગ્યા સુધી કરવામાં આવી છે. કોઈ પણ સ્થળેથી ભારે વાહનો પસાર થઈ શકશે નહીં. સતીશ શર્મા, પોલીસ કમિશનર, સુરત

અન્ય સમાચારો પણ છે...