VIP રોડ પાસે પિસ્તોલ વેચતી ગેંગ ઝડપાઈ
સુરત| એસઓજીનેમળેલ બાતમીના આધારે વીઆઈપી રોડ ખાટુશ્યામ મંદિર સામે વોચ ગોઠવી પિસ્તોલ અને કારતુસ વેચતા સોયેબખાન કરિમખાન પઠાણ, અઝ્ઝુ લિયાકતખાન પઠાણ, સાદબ હસન શેખ અને રજ્જબ અબ્દુલ રહીમ ખાન(તમામ રહે ભટાર આઝાદનગર ઝુપડપટ્ટી)ને ઝડપી પાડ્યા હતા. એસઓજીએ તેઓની તલાશી લેતા તેમની પાસેથી એક પિસ્તોલ અને નવ કારતુસ મળી આવ્યા હતા. એસઓજીએ રૂ.25 હજારની કીમતની પિસ્તોલ, રૂ.900ની કીમતના કારતુસ અને રૂ.15 હજારની કીમતની બાઈક સહીત રૂ.40 હજાર થી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ચારેય સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.