તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કાેસંબા | માંગરોળ તાલુકાના લીંબાડા ગામે ગુરુવારે સાંજના સમયે ગામ

કાેસંબા | માંગરોળ તાલુકાના લીંબાડા ગામે ગુરુવારે સાંજના સમયે ગામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાેસંબા | માંગરોળ તાલુકાના લીંબાડા ગામે ગુરુવારે સાંજના સમયે ગામ પાસે ખુલ્લા મેદાન પાસે ખાડામાં અજગર નેચર કલબને જાણ કરતાં નેચર કલબના સભ્યોએ અજગરને પકડી તેને જંગલમાં છોડવાની કાર્યવાહી હાથ ધરી હતી. લીંબાડા ગામની પાછળ ભાડા ફળિયાને અડીને આવેલ ગ્રાઉન્ડમાં એક ખાડામાં મહાકાય અજગર દેખાયો હતો. જેને જોઈ લોકો ગભરાઈ ગયા હતાં. અને કેટલાક લોકો મારવા પણ દોડ્યા હતાં. પરંતુ ગામના જાગૃત યુવાનોએ વેલાછા ખાતે રહેતા સુરત નેચર કલબના સભ્યોનો સંપર્ક કરતાં કૌશલ મોદીની આગેવાનીમાં સાગર મકવાણા અને વિપુલ મકવાણાની ટીમે અજગરને સહીસલામ પકડી લીધો હતો. નેચર કલબના સભ્યોના જણાવ્યા પ્રમાણે અજગરની લંબાઈ 11 ફૂટ છે અને તે માંદા છે. અજગર અંગે વનવિભાગને જાણ કરી તેને ફરી જંગલમાં ચોડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વેલાછાના વતની એવા કૌશલ મોદીએ જણાવ્યું હતું કે અજગર સાપ જેવા જીવો ખેતરમાં ઉંદર સહિતનના નાના જાનવરોને ખાઈને ખેડૂતની મદદ કરે છે.

લીંબાડા ગામેથી 11 ફૂટ લાંબો અજગર ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...